કોરોના વાયરસ હવે મહામારી રહ્યો નથી: રણદીપ ગુલેરિયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Randip-1024x569.jpg)
નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે અને મંગળવારે સંક્રમણના ૨૬ હજાર નવા કેસ આવ્યા તથા ૨૫૨ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા. એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાના જણાવ્યાં મુજબ કોરોના વાયરસ હવે મહામારી રહ્યો નથી.
જાે કે તેમણે સાવધ કર્યા કે જ્યાં સુધી ભારતમાં દરેક વ્યક્તિને રસી ન મળી જાય ત્યાં સુધી સાવધ રહેવાની જરૂર છે. ખાસ કરીને તહેવારો પર બધાએ ભીડથી બચવાની જરૂર છે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં નોંધાઈ રહેલા આંકડા હવે ૨૫ હજારથી ૪૦ હજારની વચ્ચે આવી રહ્યા છે. જાે લોકો સાવધ રહે તો આ કેસ ધીમે ધીમે ઓછા થતા જશે. જાે કે કોરોના સંપૂર્ણ રીતે ખતમ થશે નહીં.
પરંતુ ભારતમાં જેટલી ઝડપથી વેક્સિનેશન થઈ રહ્યું છે તેને જાેતા હવે કોરોનાનું મહામારી સ્વરૂપ લેવું કે મોટા પાયે ફેલાવવું મુશ્કેલ છે. એમ્સ ડાયરેક્ટર ગુલેરિયાનું કહેવું છે કે કોરોના વાયરસ જલદી સામાન્ય ફ્લૂ એટલે કે સાધારણ ઉધરસ, શરદી જેવો થઈ જશે કારણ કે લોકોમાં હવે આ વાયરસ વિરુદ્ધ ઈમ્યુનિટી તૈયાર થઈ ગઈ છે.
પરંતુ બીમાર અને નબળી ઈમ્યુનિટીવાળા લોકો માટે આ વાયરસ હજુ જીવનું જાેખમ બની રહેશે. રસી લેનારા લોકોના મનમાં હજુ પણ એ સવાલ છે કે રસી શું જીવનભર સુરક્ષા આપશે કે પછી થોડી સમય પછી ફરીથી બુસ્ટર ડોઝ લેવાની જરૂર પડશે. આ સવાલના જવાબમાં ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં પ્રાથમિકતા એ છે કે બધા લોકોને રસીને બે ડોઝ આપવામાં આવે.
બાળકોને પણ રસી લગાવવામાં આવે. ત્યારબાદ જ બુસ્ટર ડોઝ પર ભાર મૂકાવવો જાેઈએ. તેમણે કહ્યું કે દુનિયાના તમામ દેશોમાં બધા રસી મૂકાવી લે, તેને ધ્યાનમાં રાખતા ભારત સરકારે વેક્સીન મૈત્રી કાર્યક્રમને ઓક્ટોબરમાં ફરીથી શરૂ કરવાની વાત કરી છે.
એપ્રિલ મહિનામાં ભારત સરકારે ભારતીયોને પ્રાથમિકતા આપતા થોડા સમય માટે બીજા દેશોને રસી ડોનેટ કરવાનું કામ અટકાવ્યું હતું પરંતુ એમ્સ ડાયરેક્ટરના જણાવ્યાં મુજબ દુનિયાના કોઈ પણ દેશમાં લોકો રસી ન લઈ શકતા હોય તો તેનાથી દરેક દેશને જાેખમ રહેલું છે.
ડોક્ટર ગુલેરિયાનું કહેવું છે કે વાયરસ ગમે ત્યાંથી ફરીથી ફેલાઈ શકે છે. આ દિશામાં દુનિયાને રસી વહેંચીને ભારત પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે. જાે કે થોડા સમય બાદ બીમાર, વૃદ્ધો કે નબળી ઈમ્યુનિટીવાળા લોકોને બુસ્ટર ડોઝ આપી શકાય છે. એ પણ જરૂરી નથી કે બુસ્ટર ડોઝ તે જ રસીને મળો જે રસી પહેલા લીધી હોય. કોઈ નવી રસીનો પણ બુસ્ટર ડોઝ લઈ શકાય છે.
જાે કે આ અંગે પહેલા એક પોલીસી બનાવવામાં આવશે. તેમનું કહેવું છે કે કેટલાક લોકોને બુસ્ટર ડોઝની જરૂર પડી શકે છે. આ બુસ્ટર ડોઝ બીજી રસીનો પણ લાગી શકે છે. પરંતુ તેના પર ર્નિણય લેવામાં આવશે, પહેલા બધાને રસી આપવી જરૂરી છે. પછી બુસ્ટર ડોઝનો વારો આવશે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે ડિસેમ્બર સુધીમાં બધાને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.SSS