કોરોના વાયરસ ૨ વર્ષથી વધુ સમય રહી શકે છે- અમેરિકી ડોક્ટરનો દાવો
વોશિંગ્ટન, અમેરિકાની મેરીલેન્ડ યુનિવસિર્ટીની હોસ્પિટલમાં સંક્રમિત રોગના વિભાગના પ્રમુખ અને કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટરે કોરોનાને લઇને ચેતવણી આપી છે.
ડોક્ટર ફહીમ યુનૂસે કોરોનાને લઇ ટ્વીટ કરી જાણકારી આપી. તેઓએ કહ્યું કે ખોટી ઉમ્મીદ કરતા સત્ય સ્વીકારવું સારું રહે છે. હું સહાનુભૂતિ સાથે સચ્ચાઇ પણ લોકોને જણાવું છું, જેથી આપણે યોજના બનાવી શકીએ અને એકબીજાની મદદ કરી શકીએ. ડોક્ટર ફહીમ યૂનુસે કહ્યું કે કોરોના વાયરસ ૨ વર્ષથી વધુ સમય રહી શકે છે. અમેરિકાના ડોક્ટરે તર્ક રજૂ કર્યો.
જેમાં કહ્યું કેકોરોના વાયરસને ૬ મહીના થઇ ગયા છે. હજુ કોરોના વેક્સિન આવતા એક વર્ષ લાગશે. વેક્સિન બનશે ત્યારે તેને વહેંચવામાં એક વર્ષનો સમય લાગશે. હર્ડ ઇમ્યુનિટી તો ઘણી દૂર છે. અને મહામારીની રફ્તાર સતત વધી રહી છે. અને સ્થિતિ સુધરતા ૨ વર્ષથી વધુ સમય લાગશે. માટે આપણે આ મુજબ યોજના બનાવવી જોઇએ. ડોક્ટર ફહીમ યૂનુસે કહ્યું કે અમેરિકામાં ૨૫ લાખથી વધુ કેસ છે. સીડીસીનું માનવું છે કે અમેરિકામાં કેસની સંખ્યા ૧૦ ગણી વધુ હોઇ શકે છે.