કોરોના વેકસીનમાં પશ્ચિમ ઝોન મોખરે : પાંચ લાખ ડોઝ લગાવ્યા
૧૮ થી ૪૪ વય જુથમાં ૧૦.૮૦ લાખ લોકોએ વેકસીન લીધી ઃ કુલ ર૦ લાખ નાગરીકોએ રસી મુકાવી
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રા પહેલા રપ લાખ નાગરીકોને કોરોના વેકસીનનો ડોઝ આપવા માટે લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યો હતો. જે આગામી સપ્તાહમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે. મ્યુનિ. કોર્પોરેશને ૧પ જુન સુધી ર૦ લાખ નાગરીકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપ્યો છે કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે ફેરીયા- પાથરણાવાળાઓને પણ વેકસીન આપવાની શરૂઆત કરવામાં આવી છે. શહેરના સાત ઝોનમાં પશ્ચિમ ઝોન રસીકરણમાં સૌથી મોખરે છે.
અમદાવાદ શહેરમાં કોરોના રસીકરણની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. શહેરમાં ૧પ જુન સુધી વેકસીનના ર૪.પ૧ લાખ વેકસીન ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ૪.૪૪ લાખ નાગરીકોએ બંને ડોઝ લીધા છે. ૧પ જુન સુધી ર૦.૦૬ લાખ નાગરીકોને રસી લગાવવામાં આવી છે. જેમાં ૧૧.૩૯ લાખ પુરુષો અને ૮.૬૭ લાખ સ્ત્રીનો સમાવેશ થાય છે. શહેરમાં ર૩.પ૭ લાખ કોવિશીલ્ડ અને માત્ર ૯૩૩૭પ કોવેકસીનના ડોઝ મુકવામાં આવ્યા છે. જયારે વય જુથ મુજબ જાેવામાં આવે તો ૧૮ થી ૪૪ ના જુથમાં ૧૦૭૯રપર, ૪પ થી ૬૦ના જુથમાં પ૪ર૪૪ર તેમજ ૬૦ કરતા વધુ જુથમાં ૩૮૪૩૩૮ લોકોને વેકસીન આપવામાં આવી છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં જ ૧૮ થી ૪૪ વય જુથમાં ર.૮૬ લાખ લોકોએ વેકસીન લીધી છે.
મ્યુનિ. આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે ૧૩ જુન સુધી ૧ લાખ ૭૩ હજાર ફ્રન્ટલાઈન વર્કર અને ૧ લાખ ૦ર હજાર હેલ્થકેર વર્કરે પણ કોરોના રસીના ડોઝ લીધા છે. શહેરના તમામ સાત ઝોનમાં અર્બન હેલ્થ સેન્ટર અને શાળાઓમાં વેકસીનેશન કામગીરી ચાલી રહી છે. ર૦ ફેબ્રુઆરીથી ૧૩ જુન સુધી પશ્ચિમ ઝોનમાં પ.૦પ લાખ વેકસીન ડોઝ આપવામાં આવ્યા છે. જયારે મધ્યઝોનમાં ર.રપ લાખ, પૂર્વઝોનમાં ર.૬૪ લાખ, ઉ.પ.ઝોનમાં ૩.૬૧ લાખ, ઉત્તર ઝોનમાં ૩.૦૬ લાખ, દ.પ.ઝોનમાં ૧.૭ર લાખ તેમજ દક્ષિણ ઝોનમાં ૩.રપ લાખ વેકસીન ડોઝન આપવામાં આવ્યા છે.
કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે મંગળવારથી ફેરીયા- પાથરણાવાળાઓને પણ વેકસીન આપવાની શરૂઆત થઈ છે. જેમાં પ્રથમ દિવસે કારંજ પોલીસ સ્ટેશનની મદદથી ભદ્ર પાથરણા બજારના ૩૦૦ ફેરીયાઓને વેકસીન આપવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.