કોરોના વેકસીન તૈયાર, ચુંટણી પહેલા મળી જશે: ટ્રંપ

વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાે બિડેન સાથે પોતાની અંતિમ ચર્ચામાં કહ્યું કે કોરોનાની વેકસીન તૈયાર છે અને કેટલાક અઠવાડીયામાં ઉપલબ્ધ થઇ જશે આ પહેલા રાષ્ટ્રપતિએ વચન આપ્યું હતું કે અમેરિકીઓને ૩ નવેમ્બરની ચુંટણી પહેલા રસી મળશે.
કોરોના વાયરસ મહામારી પર પોતાનો જવાબ આપતાં ટ્રંપે કહ્યું કે ૨૨ લાખ લોકોના મોત માટે તૈયાર કરવામાં આવ્યા ફલોરિડા ટેકસાસના મામલામાં ઉછાળો જાેવા મળ્યો ટ્રંપે કહ્યું કે કોરોના વાયરસ હવે ધીરે ધીરે યોગ્ય થઇ રહ્યું છે તેમણે કહ્યું કે મને કોરોના થયો હતો પરંતુ હવે ઠીક થઇ ગયો છું ડોકટરોનું કહેવુ છે કે હું ઇમ્યુન છું.
કોરોના વાયરસની વેકસીનની બાબતમાં વાત કરતાં ટ્રંપ કહે છે કે અમેરિકી પ્રશાસન વેકસીન માટે તૈયાર છે અને તેમણે રોડમેપને તૈયાર કરવા માટે પણ કહ્યું છે.ટ્રંપે કહ્યું કે અમે અઠવાડીયાઓમાં રસી લગાવી દિશું જાહેરાતો થશે જાેનસન એન્ડ જોનસન એક સારૂ કામ કરી રહ્યું છે. વેકસીનના વિકાસની દિશામાં કામ કરનારી મોર્ડન ફાઇડર અને અનેક કંપનીઓ છે.
![]() |
![]() |
ચર્ચા દરમિયાન વેકસીનની બાબતે વાત કરતા ટ્રંપે કહ્યું હતું કે એકવાર મંજુરી મળ્યા બાદગ સેના જ વેકસીનની વિતરણનું કામ કરશે ટ્રંપે એ વાત પર ભાર મુકયો કે તેમનું ધ્યાન હવે ફરીથી દેશને ખોલવા પર હશે અમે આ દેશને બંધ રાખવા માંગતા નથી આ એક વિશાળ અર્થવ્યવસ્થા છે લોકો ડિપ્રેશનમાં જઇ રહ્યાં છે સારવાર સમસ્યાથી બહેતર હોઇ શકે નહીં જાેવો મારા શહેર ન્યુયોર્કનું શું થયું આ હવે એક ભૂતિયા શહેર જેવા જાેવા મળે છે.આ વાતો ટેલીવિઝન પર બતાવવામાં આવેલ ડિબેટમાં કહી આ પહેલા બંન્ને નેતાઓએ કોરોના સંક્રમણના કારણે એક બીજાથી હાથ મિલાવ્યા નહીં. સામાન્ય રીતે પ્રેસિંડેશિયલ ડિબેટ.HS