કોરોના વેકસીન: પાંચ તબક્કામાં રસીકરણ થશે, ૩૧ કરોડને પ્રથમ તબકકામાં
નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યાં છે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૯૩ લાખને પાર પહોંચી ગયા છે આવામાં સૌની નજર વાયરસથી બચાવ માટે બનનારી વેકસીન પર છે આ વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેકસીન બનાવનારી ત્રણ કંપનીઓના પ્લાન્ટની મુલાકાત લીધી હતી.
વડાપ્રધાનના પ્રવાસ વચ્ચે એ રીતના સવાલ ઉઠવાનું શરૂ થઇ ગયું છે કે દેશમાં વેકસીન કયાં સુધી ઉપલબ્ધ થઇ જશે અને કોને પહેલા આપવામાં આવશે એ યાદ રહે કે વેકસીન આગામી વર્ષની શરૂઆતમાં દેશમાં ઉપલબ્ધ થવાની આશા છે જાે કે તેના પગેલા જ પ્રાયરિટી ગ્રુપ નક્કી કરવામાં આવ્યા છે.આ ગ્રુપને પાંચ તબક્કામાં વિભાજીત કરવામાં આવ્યા છે પહેલા તબક્કામાં ડોકટરો સહિત ૩૧ કરોડ ફ્રંટ લાઇન કાર્યકરોને લાગશે આમ તો કેટલાક દિવસ પહેલા મોદીએ કહ્યું હતું કે હજુ એ નક્કી નથી કે વેકસીન કયારે આવશે અને તેની કેટલી કીમત હશે આવામાંં એ કહેવામા આવી રહ્યું છે કે તે પાંચ તબક્કામાં આપવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર સૌથી પહેલા દેશના એક કરોડ ફ્રંટ લાઇન આરોગ્ય કર્મચારીઓને વેકસીન આપવામાં આવશે કેન્દ્ર સરકાર અને રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે મળી ૩૧ કરોડ એવા લોકોની ઓળખ કરી રહી છે જેમને શરૂઆતી તબક્કામાં વેકસીન આપવામાં આવશે પહેલા તબક્કામાં ડોકટર્સ એમબીબીએસ સ્યુડેંટ્સ નર્સ અને આશા વર્કર્સને વેકસીન આપવામાં આવશે.
બીજા તબક્કામાં દેશના કોવિડ વોરિયર્સની રસી લગાવવામાં આવશે તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન કર્મચારી, પોલીસ કર્મચારી અને સુરક્ષા દળના કર્મી સામેલ છે.ત્રીજા તબક્કામાં સરકારી કર્મચારીઓને વેકસીન આપવામાં આવશે ચોથા તબક્કામાં ૫૦ વર્ષથી વધુ ઉમરના ૨૬ કરોડ લોકોને વેકસીન આપવામાં આવશે જયારે પાંચમા તબક્કામાં સરકાર એવા યુવાઓને રસી લગાવશે જેમણે સંક્રમણનો ખતરો વધુ છે આ શ્રેણીમાં ૫૦ વર્ષથી ઓછી ઉમરના વ્યક્તિને સામેલ કરવામાં આવ્યા છે અને તેમને વિશેષ દેખરેખની આવશ્યકતા છે.HS