કોરોના વેક્સિનના કારણે ૬૮ વર્ષના વૃદ્ધનું મોત થયું હોવાનો ખુલાસો

નવીદિલ્હી: ભારતમાં કોરોના વેક્સિનના કારણે એક ૬૮ વર્ષના વૃદ્ધનું મોત થયું હોવાનો ખુલાસો થયો છે. સરકાર તરફથી બનાવવામાં આવેલી પેનલ દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે. ઈન્ડિયા ટૂડેના જણાવ્યા પ્રમાણે, ૬૮ વર્ષના વૃદ્ધને ૮ માર્ચના રોજ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યારપછી તેમને એનાફિલેક્સિસ જેવી સાઈડ ઈફેક્ટ જાેવા મળી હતી. ત્યારપછી તે વૃદ્ધનું મોત થયું હતું. આ એક પ્રકારનું એલર્જિક રિએક્શન હોય છે.
વેક્સિન લગાવ્યા પછી કોઈ ગંભીર બીમારી થવા અથવા મોત થવાને વૈજ્ઞાનિક ભાષામાં એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન (એઇએફઆઇ) કહેવામાં આવે છે. આ રિએક્શન થવાથી આખા શરીરમાં ખૂબ ઝડપથી દાણા દેખાવા લાગે છે. એઇએફઆઇ માટે કેન્દ્ર સરકારે એક કમિટી બનાવી છે. આ કમિટીએ વેક્સિન લગાવ્યા પછી થયેલા ૩૧ મોતના અસેસમેન્ટ પછી પહેલું મોત વેક્સિનના કારણે થયું હોવાનું કન્ફર્મ કર્યું છે.
રિપોર્ટ પ્રમાણે એઇએફઆઇ કમિટીના ચેરમેન ડૉ. એનકે અરોરાની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, વધુ બે લોકોને વેક્સિન લીધા પછી એનાફિલેક્સિસની સમસ્યા જાેવા મળી છે. તેમની ઉંમર ૨૦ વર્ષની આસપાસની હતી.
જાેકે હોસ્પિટલમાં સારવાર પછી બંનેની તબિયતમાં સુધારો આવ્યો હતો. તેમને ૧૬ અને ૧૯ જાન્યુઆરીએ અલગ-અલગ વેક્સિન આપવામાં આવી હતી. ડૉ. અરોરાએ આ વિશે વધુ કઈ પણ કહેવાની ના પાડી છે. જાેકે તેમણે એવુ ચોક્કસ કહ્યું છે કે, હજારમાં એકાદ વ્યક્તિને એલર્જીનું રિએક્શન થાય છે, જાે વેક્સિન પછી એનાફિલેક્સિસના લક્ષણ દેખાય તો તેમને તુરંત સારવારની જરૂર હોય છે. હજાર લોકોમાંથી ૧ ને એનાફિલેક્સિસ અથવા ગંભીર એલર્જી રિએક્શનની સમસ્યા હોય છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, વધુ ૩ લોકોના મોત વેક્સિનના કારણે થયા હોવાનું માનવામાં આવે છે. પરંતુ હજી તેનો ખુલાસો થવાનો બાકી છે. સરકારી પેનલના રિપોર્ટ પ્રમાણે, વેક્સિન સાથે જાેડાયેલા અત્યારે તે પણ રિએક્શન સામે આવી રહ્યા છે તેની અપેક્ષા પહેલેથી જ હતી. તે માટે સાઈન્ટીફિક એવિડન્સના આધારે વેક્સિનેશનને જવાબદાર ઠેરવી શકાય છે. આ રિએક્શન એલર્જી સંબંધિત અથવા એનાફિલેક્સીસ જેના હોઈ શકે છે.