કોરોના વેક્સિનના ૧૩૫ કરોડ ડોઝ ઉપલબ્ધ થશે
નવી દિલ્હી: ભારતમાં કોરોના વેક્સીનના ૧૩૬ કરોડ ડોઝ આગામી ચાર મહિના દરમિયાન ઉપલબ્ધ થશે તેવી આશા કેન્દ્ર સરકારે વ્યક્ત કરી છે.
વેક્સીન બનાવતી કંપનીઓ ડિસેમ્બર સુધીમાં કેટલા ડોઝનુ પ્રોડક્શન કરશે તેની જાણકારી વડાપ્રધાન કાર્યાલય તરફથી સાંસદોને આપવામાં આવી છે. જે પ્રમાણે ડિસેમ્બર સુધીના સમયગાળા દરમિયાન કોવેક્સીનના ૨૧.૫૫ કરોડ અને કોવિશીલ્ડના ૧૧૫ કરોડ એમ કુલ ૧૩૬.૫૫ કરોડ ડોઝનુ પ્રોડક્શન થવાનો અંદાજ છે.
કેન્દ્નના કહેવા પ્રમાણે કુલ ૮૦૧૭ કરોડ રૂપિયાના ખર્ચે કોવિશીલ્ડ વેક્સીન ખરીદવામાં આવશે. કોવિશીલ્ડ વેક્સીનના ૭૫ ટકા ડોઝ પ્રતિ ડોઝ ૨૧૫.૨૫ રૂપિયામાં ખરીદાશે. જ્યારે ભારત બાયોટેક પાસે સરકાર કોવેક્સીનના ૨૮.૫ કરોડ ડોઝ ૨૨૫.૭૫ રૂપિયાના ખર્ચે ખરીદશે. કુલ મળીને ૮૮ કરોડ ડોઝનુ પ્રોડક્શન થશે.
મળતી જાણકારી પ્રમાણે ૨૦૨૧માં કોવિશીલ્ડ અને કોવેક્સિનના કુલ ૨૦૧.૯૧ કરોડ ડોઝનુ ઉત્પાદન થવાની આશા છે. સ્પુતનિક વી રસી અંગે સરકારનુ કહેવુ છે કે, જુલાઈ સુધી તો તેનુ ઉત્પાદન થયુ નથી પણ આશા છે કે, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તેના ૨૫ મિલિયન ડોઝનુ પ્રોડક્શન થશે.