કોરોના વેક્સિનની કામગીરી તથા કેેસો ઘટતા રાખડીના બજારમાં વિશ્વાસનું વાતાવરણ
રક્ષાબંધન પર્વમાં રાખડીઓની માંગ વધશે એવો વેપારીઓનો અંદાજઃ મેન્યુફેકચરર કોરોનાને ધ્યાનમાં લઈ પ્રોડકશન ઓછુ કરે એવી ગણતરી
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, હજુ કોરોના ગયો નથી, બીજી તરફ ઓગષ્ટ મહિનાથી તહેવારોની શરૂઆત થનાર છે ત્યારે એક તરફ વેપારીઓ ધંધા-પાણીની આશા રાખીને બેઠા છે. ઓગષ્ટ મહિનામાં રક્ષાબંધનનો પર્વ આવશે. તેને લઈને વેપારીઓ તૈયારીમાં લાગી ગયા છે.
રાખડીનું ઉત્પાદન કરનારા હોલસેલ વેપારીઓ તથા છુટક બજારના વેપારીઓ હવે આવક-જાવકના હિસાબમાં વ્યસ્ત થયા છે. ગયા વર્ષે કોરોનાને કારણે રક્ષાબંધનના પર્વને અસર થઈ હતી. પરંતુ ચાલુ વર્ષે વેક્સિનેશનની કામગીરી ઝડપી થઈ ગઈ છે. તેને કારણે વેપારીઓમાં આશાની લહર ફરી મળી છે. બીજી તરફ કોરોનાના કેસ ઘટ્યા છે. પરિણામે રક્ષાબંધનના પર્વ નાગરીકો અકંદરે સારી રીતે ઉજવી શકશે. તેમાં બેમત નથી તેમ માનવામાં આવી રહ્યુ છે.
કાલુપુર વિસ્તારમાં શાન રક્ષાબંધન નામે રાખડીઓનું મેન્યુફેકચરીંગ કરતા વેપારી અગ્રણી જીતેન્દ્રભાઈ જૈનનો સંપર્ક સાધતા ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યુ હતુ કે કરોડો રૂપિયાના આ વ્યવસાયમાં ગયા વર્ષે કોરોનાની કેટલેક અંગે અસર જાેવા મળી હતી પણ ચાલુ વર્ષે ધંધો સારો રહેશે એવું અનુમાન છે.
જાે કે ચાલુ વર્ષે રાખડીનું ઉત્પાદન કરનારા વેપારીઓ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ ઉત્પાદન કરશે. જેથી જાે રાખડીની ધરાકી નીકળી તો માર્કેટમાં શોર્ટેજ રહેશ. પ્રોડક્શન ઓછું હશે અને માગ વધશે તો માલની તંગી સર્જાશે. ગયા વર્ષે હોલસેલર-સેમિહોલસેલર વેપારીઓને ઝાઝી તકલીફ પડી નહોતી.
તો સુરેશ રાખીના ભાવેશભાઈના જણાવ્યા અનુસાર ગયા વર્ષે લોકડાઉન અને ત્યારપછી કોરોનાની સ્થિતિની અસર વર્તાઈ હતી. પરંતુ સરકારે વેેક્સિનેશનની કામગીરી ઝડપી કરતા અને લોકોમાં વેક્સિનને લઈને જાગૃતિ આવી છેે. યોગાનુયોગ કોરોનાના કેસ ઘટ્યા છે. પરિણામે માર્કેટમાં વિશ્વાસનુૃ વાતાવરણ જાેવા મળી રહ્યુ છે.
રાજ્યભરમાંથી વેપારીઓ ટેલિફોન, વ્હોટસ ઍપ, વિડીયોકોલ કરીને પૂછપરછ કરી રહ્યા છે. તો સામે પક્ષે રાખડીઓની માંગણી કરીને ઓર્ડર બુક કરાવા લાગ્યા છે. માત્ર ગુજરાત જ નહી, અન્ય રાજ્યોમાંથી રાખડીઓ અંગે માહિતીની પૂછપરછ શરૂ થઈ ગઈ છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં રક્ષાબંધન પર્વમાં રાખડીઓનો રૂા.૪૦ થી પ૦ કરોડનો ધંધો થતો હોવાનો એક અંદાજ છે.
એક તરફ રાખડીનું ઉત્પાદન કરતા મોટા મોટા વેપારીઓમાં કોરોના વેક્સિનેશનની ઝડપી કામગીરીના કારણે વિશ્વાસનું વાતાવરણ ઉભુ થઈ રહ્ય છે. તો બીજીતરફ પેટ્રોલ-ડીઝલના સતત વધતા જતાં ભાવ તથા કોરોનાને લીધે અન્ય પરિબળોની અસરથી કાચામાલના ભાવ વધવાની શક્યતાને કારણે રાખડીના ભાવમાં ૧૦ થી ૧પ ટકાની આસપાસ વધારો થાય એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
જાે કે તેનો ખ્યાલ તો આગામી દિવસોમાં જ આવશે. પરંતુ કોરોના સામે વેક્સિનેેશનની ઝડપી કામગીરી તથા કોરોનાના સતત ઘટતા જતાં કેસથી વેપારી આલમમાં ધંધા- વ્યવસાયને લઈને વિશ્વાસનુૃ વાતાવરણ ધીમે ધીમે મજબુત થઈ રહ્યુ છે.