Western Times News

Gujarati News

કોરોના વેક્સિનની ટ્રાયલ સાથે જ રિવ્યૂ થઈ શકે છે

Files Photo

નવી દિલ્હી: ભારત સરકાર પર કોરોના વાયરસ વેક્સીનના રોલિંગ રિવ્યૂનો ર્નિણય કરી શકે છે. ખાસ કરીને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીને જલદી ઉપલબ્ધ કરાવવા માટે આ પ્રોસેસ શરુ કરવામાં આવી શકે છે. યુકેમાં પહેલાથી જ રસી એક્સીલેરેટેડ રિવ્યૂમાં છે જેથી વેક્સીનના અપ્રુવલને ઝડપી બનાવી શકાય. કોરોના વેક્સીન માટે બનેલા નેશનલ એક્સપર્ટ ગ્રુપના વરિષ્ઠ અધિકારીએ તેના સંકેત આપ્યા છે. ભારતમાં ઓક્સફોર્ડ રસીની ટ્રાયલ સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા કરી રહ્યું છે.

આ ટ્રાયલ અન્ય દેશો કરતા ભારતમાં ઓછી સેમ્પલ સાઈઝ પર થઈ રહ્યું છે. રોલિંગ રિવ્યૂ દ્વારા વેક્સીનની ઈવેલ્યુએશન પ્રોસેસ ઝડપી કરવામાં આવી શકે છે. પરંતુ આ બાબત શું છે? કોઈ વેક્સીનના રોલિંગ રિવ્યૂથી રેગ્યુલેટર તેના ક્લિનિકલ ટ્રાયલના ડેટા રિયલ-ટાઈમ બેસિસ પર જાણવા મળે છે. સામાન્ય રીતે કંપનીઓ પહેલાથી વેક્સીનનું ટ્રાયલ કરે છે, પછી તેનો ડેટા રેગ્યુલેટરને મોકલે છે. રોલિંગ રિવ્યૂમાં ટ્રાયલ પૂર્ણ થવાની રાહ જોયા વગર અલગ-અલગ ભાગમાં તપાસ કરાય છે. ઈમર્જન્સીમાં વેક્સીનને મંજૂરી મળી શકે છે.

પરંતુ રોલિંગ રિવ્યૂથી વેક્સીનની અપ્રુવલની પ્રોસેસ વધારે ઝડપી બની જાય છે. જેમાં રેગ્યુલેટર્સને ફેઝ ૩ ટ્રાયલ પૂર્ણ થવાની રાહ જોવી પડતી નથી. ઓક્સફોર્ડ-એસ્ટ્રોજેનકા રસીને યુકે અને બ્રાઝીલમાં ટ્રાયલ થઈ રહી છે. તેનો ડેટા પણ ભારતના રેગ્યુલેટ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

કારણ કે યુકેમાં મેડિસિંસ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્‌સ રેગ્યુલેટરી ઓથોરિટી સંભવિત વેક્સીનને રોલિંગ રિવ્યૂ કરી રહી છે, કંપની ભારતમાં પણ આ પ્રોસેસની માંગ કરી શકે છે.

હાલમાં જ એસઆઈઆઈના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે વેક્સીનને શરુઆતની ટ્રાયલમાં સારા પરિણામ મળ્યા છે. પરંતુ સરકાર એ જાણવા માગે છે કે વેક્સીન ભારત બહાર થઈ રહેલા ફેઝ ૩ ટ્રાયલમાં કેવું પરફોર્મન્સ કરી રહી છે. એનઈજીવીએસી સાથે કામ કરનારા એક અધિકારીએ જણાવ્યું કે, અમે ગ્લોબલ ડેવલપમેન્ટ્‌સ પર નજર બનાવીને બેઠા છીએ. સીરમ માત્ર ઈમ્યુનોજેનિસિટી ટ્રાયલ કરી રહ્યું છે. તેમણે યુકે અને બ્રાઝીલમાં થયેલા ફેઝ ૩ ટ્રાયલના ક્લિનિકલ ડેટા પણ રિવ્યૂ માટે આપવો પડશે. અમને ખ્યાલ છે કે યુકે વેક્સીનને એક્સીલેરેડ રિવ્યૂ કરી રહ્યા છે. અમે પણ તેના પર વિચાર કરી રહ્યા છે કે જો કંપની તેના માટે અરજી કરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.