કોરોના વેક્સિન બે ડોઝ પર આધારિત હોવાની સ્પષ્ટતા
નવી દિલ્હી: હરિયાણાના આરોગ્ય અને ગૃહ પ્રધાન અનિલ વિજને કોરોનાની વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલમાં પહેલો ડોઝ આપવામાં આવ્યા બાદ તેઓ કોરોના પોઝિટિવ બન્યા છે. હવે ભારત બાયોટેકે આ અંગે નિવેદન જાહેર કર્યું છે. કંપનીએ કહ્યું કે કોવેક્સિન ક્લિનિકલ ટ્રાયલ બે ડોઝ પર આધારિત છે, જે ૨૮માં દિવસે આપવામાં આવે છે. રસી કેટલી અસર કરે છે તે બંને ડોઝના ૧૪ દિવસ પછી નક્કી કરવામાં આવશે. કોવેક્સિન ફક્ત બે ડોઝ લેવા માટે રચાયેલ છે, તે પછી તે અસરકારક રહેશે.
કંપનીએ જણાવ્યું હતું કે ફેઝ ૩ ટ્રાયલ ડબલ-બ્લાઇન્ડ અને રેન્ડમાઇઝ્ડ છે, જ્યાં ટ્રાયલમાં ભાગ લેનારા ૫૦% લોકો રસી મેળવે છે અને ૫૦% વિષયો પ્લેસબો મેળવે છે. કોવેક્સિન તે ૨૮ દિવસના તફાવત પર બે વાર લીધા પછી જ અસરકારક રહેશે. જ્યારે રસી બે વાર લેવામાં આવે છે, ત્યારે તે ૧૪ દિવસ પછી જ અસર બતાવશે.
કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે કોવેક્સિનના ફેઝ ૩માં ૨૬,૦૦૦ લોકો પર પરીક્ષા કર્યા બાદ આ એક સંપૂર્ણ વિક્સિત કોવિડ-૧૯ રસી છે. તેનું લક્ષ્ય સમગ્ર ભારતમાં અસરકારક રહેવાનું છે. ભારત બાયોટેક એક રસી ડેવલપર અને ઉત્પાદક છે. કંપનીએ કહ્યું કે રસીઓની સલામતી અને અસરકારકતા એ અમારું પ્રાથમિક ઉદ્દેશ છે. ભારત બાયોટેકે તેના ૨૦ વર્ષના ઇતિહાસમાં ૧૮ દેશોમાં ૮૦ થી વધુ ક્લિનિકલ ટ્રાયલ્સ હાથ ધર્યા છે.
તમામ ક્લિનિકલ ટ્રાયલ્સ માટે સમાન અહેવાલ પ્રક્રિયાને અનુસરવામાં આવે છે. ભારત બાયોટેક યુનાઇટેડ કિંગડમની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં માનવીઓ પર અભ્યાસ કરતી કેટલીક કંપનીઓમાંની એક છે.
જણાવી દઈએ કે હરિયાણાના આરોગ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન અનિલ વિજને આજે કોરોનાથી ચેપ લાગ્યો છે. તેઓએ ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી છે. વળી, તેમણે લોકોને સલાહ આપી છે કે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા છે તેમણે તેમની કોરોના પરીક્ષણ કરાવવું જાેઈએ. નવેમ્બરના અંતમાં તેમને વોલન્ટિયર કોવેક્સિન તરીકે રસી આપવામાં આવી હતી.