Western Times News

Gujarati News

કોરોના વેક્સિન વર્ષના અંત સુધી તૈયાર થઈ શકે છે : WHO

જીનિવા: કોરોના વાયરસ વેક્સીન અંગે વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ઘેબિયસે મોટું એલાન કર્યું છે. જિનિવામાં તેમણે કહ્યું કે, આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની એક પ્રામાણિક રસી તૈયાર થઈ શકે છે. તેમણે વેકસીન ઉપલબ્ધ થતા સમાન વિતરણ સુનિશ્ચિત કરવા માટે તમામ નેતાઓ વચ્ચે એકજૂથતા અને રાજકીય પ્રતિબદ્ધતાનું આહ્વાન કર્યું. ટેડ્રોસે ડબલ્યુએચઓના કાર્યકારી બોર્ડની બેઠકમાં કહ્યું કે, આપણે વેક્સીનની જરૂર હશે અને આશા છે કે, આ વર્ષના અંત સુધી આપણી પાસે એક વેક્સીન હોઈ શકે છે. અમને તેની આશા છે. આ બેઠકમાં ડબલ્યુએચઓ કોરોના વાયરસ મહામારીની વૈશ્વિક પ્રતિક્રિયાઓની તપાસ કરી રહ્યું છે.

કોરોના વાયરસ અંગે સોમવારે થયેલી ડબલ્યુએચઓના ૩૪ સભ્યોની કાર્યકારી બોર્ડ મીટિંગમાં ડૉ માઈકલ રેયાને કહ્યું કે, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સંખ્યામાં પરિવર્તન થઈ શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આનો મતલબ એવો નથી કે, દુનિયાની મોટાભાગની વસ્તી ખતરામાં છે. તેમણે કહ્યું કે, દુનિયાભરમાં દર ૧૦માંથી એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. દિગ્ગજ દવા નિર્માતા કંપની ફાઈજરને આશા છે કે, આ ઑક્ટોબરના શરૂઆતી દિવસોમાં તેને રેગ્યુલેટરી દ્વારા અપ્રૂવલ મળી જશે અને વર્ષના અંત સુધીમાં તે કોવિડ-૧૯ વેક્સીન બજારમાં ઉતારી દેશે. ફાઈજર પોતાની જર્મન ભાગીદાર બાયોએનટેકના સહયોગથી વેક્સીન વિકસાવી રહી છે.

તેણે ૧૦ કરોડ ડોઝ માટે અમેરિકન સરકાર સાથે આશરે ૨ અબજ ડૉલરમાં પણ ડિલ પણ કરી છે. યૂરોપિયન મેડિસિન એજન્સીએ ગુરુવારે કહ્યું કે, તેણે વાસ્તવિક સમયમાં એક્ટ્રાજેનેકા અને ઑક્સફોર્ડ યૂનિવર્સિટીના સંભાવિત કોવિડ-૧૯ વેક્સીનના આંકડાઓની સમીક્ષા શરૂ કરી દીધી છે, આ પ્રકારના પગલાંનો ઉદ્દેશ્ય વેક્સીના ક્ષેત્રમાં કોઈપણ અનુમતિની પ્રક્રિયાને ઝડપી કરવાનો છે. આ વાતથી બ્રિટિશ વેક્સીનની શક્યતા વધી ગઈ છે, જેને કોવિડ-૧૯ વિરુદ્ધ એક સફળ વેક્સીનની હરિફાઈમાં આગળ નિકળવું માનવામાં આવે છે.

આ યૂરોપમાં કોરોના વાયરસ બીમારીની ટ્રિટમેન્ટ માટે મંજૂરી મેળવનારી પ્રથમ વેક્સીન બની છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના કૉવેક્સ પ્રોજેક્ટ સાથે દુનિયાના ૧૬૮ દેશો જોડાઈ ચૂક્યા છે પરંતુ અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીન આ ગઠબંધનમાં શામેલ થયા નથી. આ પ્રૉજેક્ટનો હેતુ વેક્સીન ડેવલપમેન્ટ, પ્રૉડક્શન અને દરેક સુધી તેની પહોંચ બનાવવાની છે. આ કોલાબોરેશનની આગેવાની ય્ટ્ઠદૃૈ તરફથી કરવામાં આવી રહી છે. એપિડેમિક પ્રિપેયર્ડનેસ ઈનોવેશન અને ડબલ્યુએચઓનું જોડાણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.