કોરોના વેક્સિન સંદર્ભે ટ્રમ્પ પર ભરોસો ન કરાયઃ કમલા હેરિસ
નવેમ્બરમાં રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી થવાની છે, પાર્ટી ઉમેદવાર એક-બીજા પર નિશાન સાધી રહ્યાં છે
વૉશિંગ્ટન, અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર કમલા હેરિસે કહ્યું હતું કે તેઓ કોરોના વાયરસ વેક્સિન માટે માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ પર વિશ્વાસ રાખી શકે નહીં. તેમણે કહ્યું કે તેઓ જેના વિશે વાત કરી રહ્યા છે તે એક વિશ્વસનીય સ્ત્રોત હોવો જોઈએ પણ તેમ નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં કોરોના વેક્સિનને મંજૂર કરવી જોઈએ. વેક્સિનનો મુદ્દો ખરો મુદ્દો છે.
https://westerntimesnews.in/news/66151
અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી થવાની છે, ત્યારે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર એક-બીજા પર નિશાન સાધી રહ્યાં છે.
તાજેતરમાં જ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન અને કમલા હેરિસે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધતાં કહ્યું હતું કે તેમને રાષ્ટ્રપતિ પદની સમજ નથી. જો બિડેને અમેરિકામાં વધી રહેલા કોરોના કેસને લઈને ટ્રમ્પને ઘેર્યા. તેમણે કહ્યુ દેશમાં કોવિડ-૧૯ ના વધતા કેસ પાછળનુ કારણ ટ્રમ્પનો સાચા સમય પર ર્નિણય લેવો નથી. સાથે જ તેમણે કહ્યુ, ટ્રમ્પ દેશમાં થઈ રહેલા પ્રદર્શનો માટે પણ જવાબદાર છે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ટ્રમ્પની કોરોના સ્થિતિને સંભાળવા અને નસ્લવાદ વિરોધી પ્રદર્શનોને લઈને તેમની પ્રતિક્રિયાની કડક આલોચના કરી છે.