કોરોના વેક્સીનના બીજા ડોઝના ૯ મહિના પહેલા બૂસ્ટર ડોઝની જરુર નથીઃ આરોગ્ય અધિકારી
નવીદિલ્લી, કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના સંક્રમણના પ્રસાર વચ્ચે દેશમાં વેક્સીનનો ત્રીજાે ડોઝ(બૂસ્ટર ડોઝ)ની માંગ કરવામાં આવી રહી છે. સૂત્રોના હવાલાથી માહિતી મળી છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે વિભાગમાંથી સંબંધિત સ્થાયી સમિતિની બેઠકમાં ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદના પ્રમુખ ડૉ. બલરામ ભાર્ગવે કહ્યુ કે કેન્દ્ર સરકાર આને ‘બૂસ્ટર ડોઝ’ નહિ પરંતુ ‘ત્રીજાે ડોઝ’નુ નામ આપી રહી છે.
સમિતિને એ પણ કહેવામાં આવ્યુ છે કે ત્રીજા ડોઝની જરુર બીજા ડોઝના ૯ મહિના પછી જ પડશે. અત્યાર સુધી ભારતના લોકોને વધુ ત્રીજાે ડોઝ આપવા માટે ના તો કોઈ શોધ કરવામાં આવી છે અને ના કોઈ નીતિ બનાવવામાં આવી છે. આરોગ્ય અધિકારીઓએ બેઠકમાં કહ્યુ કે કોરોના વેક્સીનના બીજા ડોઝના ૯ મહિના પહેલા ત્રીજા ડોઝની જરુર નથી.
પ્રોફેસર રામગોપાલ યાદવના નેતૃત્વાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે સંબંધિત સ્થાયી સમિતિની બેઠકમાં આ ટિપ્પણી કરવામાં આવી છે. બેઠકનુ આયોજન ઓમિક્રૉન સંસ્કરણ દ્વારા ઉત્પન્ન પડકારો, અપનાવવામાં આવેલી રણનીતિ અને તેનો સામનો કરવા માટે કરવામાં આવેલા ઉપાયો માટે કરવામાં આવ્યુ હતુ.
બેઠકમાં હાજર અધિકારીઓમાં આઈસીએમઆરના ડીજી અને આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને સંયુક્ત સચિવ -આરોગ્ય લવ અગ્રવાલ પણ શામેલ હતા.
રામગોપાલ યાદવની અધ્યક્ષતામાં સમિતિએ કોવિડ-૧૯ સામે આ આખી લડાઈમાં આરોગ્ય મંત્રાલયના પ્રયાસો અને જે રીતે રસીકરણ અભિયાનને આગળ વધાર્યુ છે તેની પ્રશંસા કરી.
સમિતિએ ઓમિક્રૉન વેરિઅંટનો સામનો કરવા માટે ત્વરિક દ્રષ્ટિકોણ અને છેલ્લા બે સપ્તાહમાં અનુકરણીય પ્રયાસો માટે આરોગ્ય મંત્રાલયને અભિનંદન આપ્યા. સૂત્રોએ સીએનએન-ન્યૂઝ ૧૮ને જણાવ્યુ કે આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ સભ્યોને જણાવ્યુ કે ભારત દ્વારા બાળકોને વેક્સીન આપવાનુ શરૂ કરતા પહેલા વધુ શોધ અને ડેટાની રાહ જાેવામાં આવી રહી છે.HS