કોરોના વેક્સીન ઉંદર પરના પરિક્ષણ પર સફળ રહી
વોશિંગ્ટન, અમેરિકન કંપની મોર્ડનાની કોરોના વેક્સીન ઉંદર પરના પરિક્ષણ પર સફળ રહી. મોર્ડનાની વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલમાં ઉંદર પરના ટેસ્ટમાં જોવા મળ્યું કે આ વાયરસના સંક્રમણથી બચાવે છે. નેચર જર્નલમાં પ્રકાશિત પરિણામોમાં જણાવ્યાનુંસાર ઉંદરમાં ન્યૂટ્રિલાઈજિંગ એન્ટીબોડીઝ, જ્યારે ૧ માઈક્રોગ્રામ(એમસીજી)ની ૨ ડોઝ ઈન્ટ્રામસ્ક્યુલર ઈન્ઝેક્શનના રુપમાં આવવામાં આવી હતી.
આ પ્રયોગમાં ઉંદરને એમસીજી ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. શોધમાં જોવા મળ્યું કે શક્ય કોરોના રસીનો એક ડોઝ અથવા એમઆરએનએ-૧૨૭૩ ના ૧૦ મિલીગ્રામનો ડોઝ આપ્યા બાદ ૭ અઠવાડિયા સુધી પ્રતિકાત્મક શક્તિ બનેલી રહે છે.આ વેક્સીન ઉંદરના ફેફસામાં વાયરલ પ્રતિકૃતિની વિરુદ્ધ સંરક્ષિત હતી. એનઆઈઆઈડી વેક્સીન રિસર્ચ સેન્ટર વૈજ્ઞાનિકોએ વાયરસના બેઝ પર સ્પાઈક પ્રોટીનના પરમાણુની સંરચનાની ઓળખ માટે ટેક્સાસ યૂનિવર્સિટીના તપાસ કર્તાઓ સાથે કામ કર્યુ છે.
જોવા મળ્યુ છે કે ઉંદરમાં મજબૂત સીડી ૮ ટી સેલ બન્યા છે. આ એ પ્રકારની સેલુલર પ્રતિકાત્મક પ્રતિક્રિયાને પ્રોત્સાહિત નથી કરતા જે રસી સાથે સંકળાયેલા શ્વસન રોગો સાથે જોડાયેલ છે. તેમણે કહ્યું કે આ દુર્લભ, એલર્જી પ્રકારના સોજા ૧૯૬૦ના દશકમાં એક સંપૂર્ણ નિષ્ક્રિય શ્વસન સિંક્રોસિયલ વાયરસ(આરએસવી) રસીની સાથે રસી લેનાર વ્યક્તિમાં જોવા મળ્યા હતા. HS