કોરોના વેક્સીન પર દરેકના મનમાં સતત થતા સવાલ
નવી દિલ્હી: ચીનના વુહાન શહેરથી આખી દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસને અટકાવવા માટે વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. કોરોનાને લઈને વેક્સીનની તૈયારીઓ વચ્ચે તેની કિંમત વિશે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. મોડર્ના ઇન્કની રસી કિંમત સૌથી વધુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
જ્યારે ફાઇઝરની કિંમત આશરે ૩૦ ડોલરની આસપાસ હોઈ શકે છે. તે જ સમયે, ભારતમાં બનાવવામાં આવતી કોવિશિલ્ડ રસીની કિંમત બજારમાં ૬૦૦ રૂપિયા સુધી થઈ શકે છે. કેન્દ્ર સરકારે પણ લોકોને રસી આપવાની તૈયારી તેજ કરી દીધી છે.
જો કે, સરકારે જણાવ્યું છે કે કોરોના રસી દરેકને આપવામાં આવશે નહીં. સરકાર આગામી વર્ષ ૨૦૨૧ના પ્રારંભિક મહિનામાં ૩૦ કરોડ દેશવાસીઓને રસી આપનાર કર્મચારીઓનું લિસ્ટ બનાવી રહ્યું છે. અમેરિકન કંપની ફાઇઝરએ જર્મનીમાં બાયોએનટેકના સહયોગથી કોરોના રસી વિકસાવી છે. તે ફેઝ ૩ ટ્રાયલ્સમાં ૯૫% સુધી અસરકારક રહી છે. ટ્રાયલના પરિણામોના આધારે આ અત્યાર સુધીમાં સૌથી અસરકારક રસી છે.
જો કે, ફાઇઝરની રસીને -૭૦ ડિગ્રી તાપમાનમાં સ્ટોર કરવી પડે છે જે તેની સૌથી મોટી ખામી છે. રસીની કિંમત ઘણી વધારે હશે. કંપનીએ યુએસ સરકાર એડ ડોઝના ૧૯.૫૦ ડોલરમાં ડીલ કરી છે. તેથી ખુલ્લા બજારમાં રસીની કિંમત બમણી થઈ શકે છે.
અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની મોડર્ના ઇંકે જણાવ્યું છે કે, સરકારોને તેમની કોરોના વાયરસની રસીના એક ડોઝ માટે ૨૫ (૧,૮૫૪)થી ૩૭ (૨,૭૪૪) ડોલર ચૂકવવા પડશે. ભારતમાં તૈયાર થઈ રહેલી કોવિશિલ્ડ સરકારને ઓછી કિંમત (૩થી ૪ ડોલર એટલે કે ૨૨૫-૩૦૦ રૂપિયા) કારણ કે તે ઘણા બધા ડોઝ ખરીદશે. પરંતુ સામાન્ય લોકોને રસી માટે ૫૦૦થી ૬૦૦ રૂપિયા ચુકવવા પડશે. સામાન્ય રીતે રસી તૈયાર થવામાં વર્ષોનો સમય લાગે છે. પરંતુ કોરોનાના કિસ્સામાં આ રસી ફક્ત થોડા મહિનામાં તૈયાર કરવામાં આવી છે. આ ઉતાવળમાં સુરક્ષા પાસાઓની પણ કાળજી લેવામાં આવી છે, પરંતુ આ રસી દરેકને કેવી અસર કરશે તે ચકાસવામાં ઘણો સમય લાગે છે.
ઘણા લોકોને રસીથી એલર્જી હોઈ શકે છે અને ડોઝ પ્રાપ્ત કર્યા પછી વિચિત્ર આડઅસર પણ થઈ શકે છે. આનાથી ડબલ ડોઝવાળી વેક્સીનનો બીજો ડોઝ લેતા લોકો ડરી શકે છે. મોટાભાગની કોવિડ રસી ડબલ ડોઝ છે. અત્યાર સુધી હાથ ધરવામાં આવેલી ટ્રાયલમાં ફક્ત હળવા આડઅસર જ સામે આવ્યા છે.
જો કે, આડઅસર જ્યાં સુધી જીવલેણ ના હોય ત્યાં સુધી સામાન્ય બાબત છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, કેટલીક આડઅસરો છે જે રસી લગાવ્યા બાદ જોવા મળી શકે છે. સરકારે મંગળવારે સ્પષ્ટ કર્યું કે તેણે ક્યારેય એવું કહ્યું નથી કે સમગ્ર વસ્તીને રસી આપવામાં આવશે. ફક્ત તે જ વસ્તીને રસી આપવામાં આવશે, જેથી કોરોના સંક્રમણની ચેઈન તૂટી જાય.
સરકારે ઓક્સફર્ડ વેક્સીનની ટ્રાયલને પણ ચાલુ રાખવા જણાવ્યું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે આરોગ્ય મંત્રાલયની નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, હું એ સ્પષ્ટ કરવા માંગું છું કે સરકારે ક્યારેય કહ્યું નથી કે આખા દેશમાં રસી આપવામાં આવશે.
રસીકરણ વેક્સીન અસરકારકતા પર આધારિત છે. અમારો ઉદ્દેશ કોવિડ-૧૯ સંક્રમણની કડી તોડવાનો છે. જો આપણે જોખમમાં રહેલા લોકોને રસી આપવામાં સફળ થઈએ છીએ અને ચેપની કડી તોડવા માટે સક્ષમ છીએ, તો સંપૂર્ણ વસ્તીને રસીકરણની જરૂર રહેશે નહીં. સામાન્ય રીતે રસી તૈયાર થવા માટે ઘણા વર્ષોનો સમય લાગે છે,
પરંતુ કોરોનાના કિસ્સામાં આ રસી ફક્ત થોડા મહિનામાં તૈયાર કરવામાં આવી છે. ફાઇઝર કંપની કોરોના રસી માટે યુ.એસ. રેગ્યુલેટર પાસેથી વહેલી મંજૂરી માટે અરજી કરવાની છે. મોડર્ના ઇન્કની રસી પણ યુએસમાં ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. આ દરમિયાન, કોવિશિલ્ડ રસી આવતા વર્ષના પ્રારંભિક મહિનામાં આવી શકે છે. ઓક્સફર્ડ રસી પણ ટ્રાયલના અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં બજારમાં આવે તેવી સંભાવના છે. કોવિડ-૧૯ મહામારી સામે લડવા માટે રસીની સંભાવના પ્રબળ બનતા દેશમાં રસીકરણ અભિયાન માટેની તૈયારી ઝડપી બની ગઈ છે.
આગામી વર્ષ ૨૦૨૧ના પ્રારંભિક મહિનામાં ૩૦ કરોડ દેશવાસીઓને રસી આપનાર કર્મચારીઓની લિસ્ટ તૈયાર કરવામાં આવી રહી છે. હાલમાં સાર્વજનિક ક્ષેત્રમાં ૭૦ હજાર રસી કામદારો છે અને આ અભિયાનમાં ૩૦ હજાર ખાનગી ટીકાકારોને પણ સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. જેમાં ડોકટર્સ, નર્સ અને લેબ ટેક્નિશિયનો સમાવેશ થાય છે. જેઓ સાર્સ-કોવ-૨ સામે બની રહેલી રસીને રેગ્યુલેટરની મંજૂરી મળતાથી સાથે જ લોકોને લગાવવાનું શરૂ કરશે.