કોરોના વેક્સીન માટે ભારત સમક્ષ બીજા દેશોની રીતસરની લાઈન લાગી
ફ્નોમ પેન, ભારત દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિન આપવાનુ શરુ કરી દેવામાં આવ્યુ છે અને બીજી તરફ ભારત પાસે આ વેક્સીન માંગનારા દેશોની કતાર લાગી ચુકી છે.
ભારત પાસે વેકસીન માંગનારા દેશોની યાદીમાં હવે કંબોડિયાનો ઉમેરો થયો છે.કંબોડિયાના વડાપ્રધાન હુન સેને ભારતને અપીલ કરી છે કે, કંબોડિયાને રસી આપવામાં ભારત મદદ કરે.કારણકે ભારતે પોતે ઘરઆંગણે રસીનુ ઉત્પાદન શરુ કર્યુ છે.
અત્યાર સુધીમાં પંદર દેશો ભારત પાસે રસી માંગી ચુક્યા છે.જેમાં નેપાળ, ભુટાન, માલદીવ, મ્યાનમાર, બાંગ્લાદેશ, બ્રાઝિલ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ફિલિપિન્સ, ઈન્ડોનેશિયા, વિયેતનામ, મોરોકકો, સાઉદી અરબ અને મંગોલિયા સામેલ છે.
આ પૈકીના ઘણા દેશોએ ભારતને તાત્કાલિક રસીનો સપ્લાય કરવા માટે અપીલ કરી છે.ભારત સરકાર પોતાના પાડોશી દેશોને મદદ કરવા માટે તૈયાર છે.આ દેશોને ભારત એક કરોડ ડોઝ આપવા માટે વિચાર કરી રહ્યુ છે.આ દેશોમાં ભુટાન, અફઘાનિસ્તાન, નેપાળ, શ્રીલંકા, માલદીવ, મોરેશિયસ, બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.
સૂત્રોનુ કહેવુ છે કે, કો વેક્સિનના 45 લાખ ડોઝ ભારત તરફથી મોરેશિયસ, ફિલિપાઈન્સ અને મ્યાનમારને મોકલી આપવામાં આવશે.