કોરોના વોરિયર્સને ભાજપ મહિલા મોરચાની બહેનોએ રાખડી બાંધી
(તસ્વીર ઃ વિરલ રાણા, ભરૂચ) સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી વચ્ચે પણ હોસ્પિટલમાં તબીબો,નર્સો,૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓ તેમજ આરોગ્ય કર્મચારી,પોલીસ વિભાગ સહિતના કોરોના વોરિયર્સોને ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનોએ રાખડી બાંધી તમામ કોરોના વોરિયર્સનું લાંબુ આયુષ્ય રહે એવી પ્રાર્થનાઓ કરી હતી.
ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ,પોલીસ વિભાગ તેમજ ૧૦૮ ના કર્મચારીઓ લોકોનું આરોગ્ય વધુ સ્વસ્થય રાખે તે આશ્રય થી ભરૂચ જીલ્લા ભાજપા મહિલા મોરચા દ્વારા રાખડી બાંધી તેઓનું આયુષ લાબું રહે અને લોકોની સેવા કરતા રહે તેવી પ્રાર્થના કરી હતી
અને કોરોનાની મહામારી વચ્ચે પણ તમામ કોરોના વોરિયર્સને ભગવાન સહનશક્તિ કરવાની હિંમત આપે એવી પ્રાર્થનાઓ સાથે તેઓની રક્ષા થાય તે માટે તેઓ કલાઈ ઉપર રાખડી બાંધી રક્ષાબંધનની પણ ઉજવણી કરી હતી.
આ પ્રસંગે ભરૂચ જીલ્લા મહિલા ભાજપના પ્રમુખ કામિનીબેન પંચાલ,ઉપપ્રમુખ ભારતીબેન પટેલ અને શીતલબેન પટેલ,ભાજપ જીલ્લા ઉપપ્રમુખ દક્ષાબેન પટેલ,હાંસોટ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંગીતાબેન,ભરૂચ શહેર મહિલા પ્રમુખ અંબાબેન પરીખ,
મહામંત્રી હિતીક્ષાબેન પટેલ,ભરૂચ તાલુકા પ્રમુખ હંસાબેન સોલંકી,મહામંત્રી સોનલબેન પટેલ,ભરૂચ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના સભ્ય સુરભીબેન તમાકુવાલા,ઉપ પ્રમુખ નિનાબેન યાદવ,પવડીના ચેરમેન હેમુબેન પટેલ સહિતના પાલિકા સભ્યો,શિક્ષણ સમિતિના ચેરમેન ઈન્દીરાબેન રાજ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.*