કોરોના વોરિયર્સ દર્દીના મિત્રો અને પરિવારજનો બની કેક કાપી ઉજવણી કરી

અરવલ્લી જીલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની ખડેપગે સેવા કરતા કોરોના વોરિયર્સ દર્દીઓને હૂંફ આપી રિયલ હીરો સાબીત થઈ રહ્યા છે મોડાસા શહેરની કોવીડ-૧૯ હોસ્પિટલમાં કોરોના વાયરસના ચેપ લાગેલા દર્દીના જન્મદિવસ હોવાનું હોસ્પિટલમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સને જાણ થતા જ કેક લાવી ઉજવણી કરી દર્દીના સાચા અર્થમાં મિત્ર અને પરીવાર ધર્મ નિભાવ્યો હતો હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ પણ જન્મ દિવસની ઉજવણીમાં હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા
મોડાસા કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૪૭ વર્ષીય કોરોના પોઝેટીવ દર્દી મહેન્દ્રભાઈ બાબુભાઇ રાઠોડનો જન્મ દિવસ હોવાની જાણ થતા કેક લાવી ડોક્ટર,નર્સ તેમજ અન્ય સ્ટાફ દ્વારા કેક લાવી ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોવીડના નોડલ ઓફિસર ર્ડો,યજ્ઞેશ નાયક,સીવીલ સર્જન એન.એમ.શાહ અન્ય તબીબો અને નર્સ તથા ફાયર સેફટી ઓફિસર જયેશ રાવલ સહિતના કોરોના વોરિયર્સે હેપ્પી બર્થડે ટુ યુ અને તાળીઓ વગાડી ઉજવણી કરી કોરોના પોઝેટીવ દર્દીઓને હૂંફ પણ આપી હતી
બર્થ ડે બોય મહેન્દ્ર ભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર આ બર્થ ડે જીંદગીના અત્યાર સુધીના યાદગાર પ્રસંગો માંથી એક બની રહેશે મોડાસા કોવીડ હૉસ્પિટલમાં દર્દીની ખુબ જ સારસંભાળ રાખવામાં આવે છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા પણ ખૂબ જ સરસ રાખવામાં આવે છે તેમજ અહીંના ડૉક્ટર્સ, નર્સ અને અન્ય સફાઈકર્મીએ દિલથી અમારી કાળજી રાખે છે તેમ જણાવ્યું છે.