કોરોના વોરિર્યસ તરીકે કામગીરી કરતા કહે છે કે વેળાસર નાગરિકો વેક્સિન લઇ લે
વેક્સિનેશન અભિયાનમાં કોરોના વોરિર્યસ તરીકે કામગીરી કરતા શ્રી ઋચિતા પંચાલ કહે છે કે વેળાસર નાગરિકો વેક્સિન લઇ લે
દાહોદ જિલ્લામાં ૪૫ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને કોરોનાની વેક્સિન આપવાનું કામ એક ઝુંબેશની જેમ ચાલી રહ્યું છે. આ ઝુંબેશમાં કોરોના વોરિર્યસ તરીકે કામ કરતા શ્રી ઋચિતા પંચાલે વેક્સિનના બંને ડોઝ લીધા છે અને તેઓ નાગરિકોને પણ સત્વરે વેક્સિન લેવા જણાવે છે. તેઓ વેક્સિન લીધા બાદ પણ કોરોના સામે એસએમએસના સૂત્રનું પાલન કરવા જણાવે છે.
તેઓ જણાવે છે કે, મારૂં નામ ઋચિતા પંચાલ છે, હું આરબીએસકેમાં ફામાર્સીસ્ટ તરીકે કામ કરૂં છું. અત્યારે ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે વેક્સિનેશન અભિયાન અંતર્ગત ત્રણ મહિનાથી વેક્સિન આપવાની કામગીરી કરી રહી છું. મેં પોતે પણ વેક્સિનના બંને ડોઝ લીધા છે અને આ વેક્સિનની કોઇ આડઅસર નથી. હું દાહોદના નાગરિકોને અપીલ કરૂં છું કે વેળાસર વેક્સિનના બંને ડોઝ લઇ લે અને કોરોના સામે સુરક્ષિત થઇ જાય.
એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે વેક્સિનના બંને ડોઝ લીધા બાદ એસએમએસ સૂત્રનું પાલન કરવું એટલે કે માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું અને સેનિટાઇઝર કે સાબુનો વારંવાર ઉપયોગ કરવો. કોરોના સંક્રમણ ખૂબ ફેલાયું છે ત્યારે સામાજિક પ્રસંગો કે અવસરોમાં જવાનું ટાળવું જોઇએ.