કોરોના સંકટને કારણે ૧૫ જૂન સુધી પુરી જગન્નાથ મંદિર ભક્તો માટે બંધ રહેશે
પુરી: ઓડિશા અને પુરીમાં કોવિડ -૧૯ કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને ભગવાન જગન્નાથ મંદિરના અધિકારીઓએ રવિવારે જાહેરાત કરી કે, આ ૧૨મી સદીનું મંદિર ૧૫ જૂન સુધી ભક્તો માટે બંધ રહેશે. ઓડિશા સરકારે રાજ્યમાં લોકડાઉન લગાડ્યા પછી આ વિશ્વપ્રસિદ્ધ મંદિર મેથી બંધ છે. જગન્નાથ મંદિર પ્રશાસન એ એસજેટીએના એડમિનિસ્ટ્રેટર ડૉ. કૃષ્ણ કુમારની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠકમાં મંદિરને ૧૫ જૂન સુધી બંધ રાખવાનો ર્નિણય કર્યો હતો. આ બેઠકમાં પુરી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સમર્થ વર્મા પણ હાજર હતા. બેઠકમાં સંજાેગોને ધ્યાનમાં રાખીને સમય સમય પર ધોરણસરની ઓપરેટિંગ પ્રક્રિયાની સમીક્ષા કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું.
ઓડિશામાં કોવિડ -૧૯ ના વધુ ૧૧,૭૩૨ દર્દીઓના આગમન પછી ચેપના કેસો વધીને ૬,૧૨,૨૨૪ પર પહોંચી ગયા છે. જ્યારે વધુ ૧૯ લોકોના મોતની સંખ્યા ૨,૩૧૩ પર પહોંચી છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોવિડ -૧૯માં સારવાર આપવામાં આવતા લોકોની સંખ્યા વધીને ૧,૦૭,૪૦૩ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, ૧૧,૭૩૨ નવા કેસોમાંથી ૬,૫૬૯ કેસ જુદા-જુદા અલગ કેન્દ્રોમાંથી આવ્યા છે અને બાકીના કેસો ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવ્યા હતા. ખુર્દામાં સૌથી વધુ ૧,૭૧૦ નવા કેસ નોંધાયા છે. આ પછી કટકમાં ૮૧૦ અને અંગુલમાં ૭૦૦ કેસ નોંધાયા હતા.
૩૦ જિલ્લામાંથી માત્ર ગજપતિ અને કંધમાલમાં ૧૦૦ કરતાં ઓછા નવા કેસ નોંધાયા છે. ખુર્દામાં ૪, અંગુલ અને રાયગમાં ૩, નુઆપાડા અને સુંદરગમાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. ગજાપતિ, કેન્દ્રપદા, નબરંગપુર અને પુરી જિલ્લામાં એક દર્દીનું ચેપ લાગતા મોત નીપજ્યું હતું. આ ઉપરાંત રાજ્યમાં અન્ય રોગોને કારણે ૫૩ કોવિડ -૧૯ દર્દીઓનાં મોત નીપજ્યાં છે.