કોરોના સંકટમાં પણ કેન્દ્ર સરકાર દેશના તમામ ક્ષેત્રોમાં વિકાસ માટે પ્રતિબધ્ધઃ મોદી
જયારે ખેડૂત અને ખેતી ઉદ્યોગ તરીકે આગળ વધશે તો મોટા સ્તર પર ગામડાઓ અને ગામડાની આસપાસ જ રોજગાર અને સ્વરોજગારની તકો પણ સર્જાશે
નવીદિલ્હી, કોરોના સંકટમાં પણ કેન્દ્ર સરકાર દેશના તમામ ક્ષેત્રોમાં સર્વાગી વિકાસ માટે પ્રતિબ્ધ છે આપદાને અવસર,આત્મનિર્ભર ભારત વોકલ ફોર લોકર અને મેક ઇન ઇન્ડિયા દ્વારા દેશને સતત અગાઉ જેવી ગતિ આપવાની કોશિશ થઇ રહી છે આ જ કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના ઝાંસી ખાતે કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીની કોલેજ અને પ્રશાસનિક ભવનનું ઉદ્ધાટન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલેડ બિલ્ડીંગનું ઉદ્ધાટન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે રાણી લક્ષ્મીબાઇએ એક સમયે બુંદેલખંડની ધરતી પર ગર્જના કરી હતી કે હું મારી ઝાંસી નહીં આપું આજે બુંદેલખંડની ધરતીથી આ ગર્જનાની જરૂર છે કે મારી ઝાંસી આત્મનિર્ભર ભારત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અમે પુરી તાકાત લગાવી દઇશું.તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવા માટે હવે ઝાંલીની આ કૃષિ વિશ્વ વિદ્યાલય પુરી તાકાત લગાવી દેશે એક નવો અધ્યાય લખશે.તેમણે કહ્યું કે કૃષિમાં સ્ટાર્ટ અપના નવા નવા રસ્તા ખુલી રહ્યાં છે કૃષિ ક્ષેત્રમાં પણ હવે ટેકનીકના પ્રયોગથી પાકમાં વધારો થવાથી કિસાનો પણ પહેલાથી સારી સ્થિતિમાં છે.
વડાપ્રધાને કહ્યું કે આજે બીજથી લઇને બજાર સુધી ખેતીની ટેકનોલોજીને જાેડવાનું,આધુનિક રિસર્ચના ફાયદાને જાેડવાનું સતત કામ થઇ રહ્યું છે તેમાં મોટી ભૂમિકા રિસર્ચ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓની પણ છે. તેમણે કહ્યું કે કૃષિમાં આત્મનિર્ભરતાનો લક્ષ્ય ખેડૂતોને એક ઉત્પાદકની સાથે સાથે જ વેપારી બનાવવાનો પણ છે જયારે ખેડૂત અને ખેતી ઉદ્યોગ તરીકે આગળ વધશે તો મોટા સ્તર પર ગામડાઓ અને ગામડાની આસપાસ જ રોજગાર અને સ્વરોજગારની તકો પણ સર્જાશે. વડાપ્રધાને કહ્યું કે જયારે આપણે કૃષિમાં આત્મનિર્ભરતાની વાત કરીએ છીએ ત્યારે તે ફકત ખાદ્યઅન્ન સુધી જ સમિતિ નથી તે ગામની સમગ્ર અર્થવ્યવસ્થાના આત્મનિર્ભરની વાત છે આ દેશમાં ખેતીથી પેદા થનારા ઉત્પાદનોમાં વેલ્યુ એડિશન કરીને દેશ અને દુનિયાના બજારોમાં પહોંચવાનું મિશન છે.
મોદીએ કહ્યું કે ત્રણ વધુ રાષ્ટ્રીય સંસ્થાનો ઝારખંડ આસામ અને મોતીહારીની સ્થાપના થઇ રહી છે તે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને નવી તકો આપવાની સાથે સ્થાનિક ખેડૂતો સુધી ટેકનોલોજીનું જ્ઞાન પહોંચાડવાનું અને તેમની ક્ષમતા વધારવાનું કામ પણ કરશે આજે બીજથી લઇને બજાર સુધી ખેતીને ટેકનોલોજી સાથે જાેડવાનું આધુનિક રિસર્ચના ફાયદા જાેડવાનું સતત કામ થઇ રહ્યું છે તેમાં મોટી ભૂમિકા રિસર્ચ સંસ્થાનો અને કૃષિ યુનિવર્સિટીઓની પણ છે. એ યાદ રહે કે રાણી લક્ષ્મીબાઇ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીનું આ ઉદ્ધાટન લાંબા સમયથી ટળી રહ્યું હતું અનેકવાર તારીખ જાહેર થતા થતા રહી ગઇ છે.વડાપ્રધાન મોદીએ પોતે જાણકારી આપી હતી કે તેઓ આજે સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીની કોલેજ બિલ્ડીંગનું ઉદ્ધાટન કરશે. યુનિવર્સિટી દ્વારા શિક્ષણમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારો થશે અને કૃષિની સાથે સાથે ખેડૂત કલ્યાણમાં અત્યાધુનિક શોધમાં સહયોગ મળશે યુનિવર્સિટીએ ૨૦૧૪-૧૫માં પોતાનું પહેલું શૈક્ષણિક સત્ર શરૂ કર્યું અને કૃષિ બાગકામ અને વનીકરણમાં બેચલર અને તેની આગળના અભ્યાસ માટે પાઠયક્રમ ચલાવી રહી છે.HS