કોરોના સંકટમાં બેરોજગાર થયેલા કામદારોને સરકાર અડધો પગાર આપશે
નવીદિલ્હી, સરકારે કોરોના સંકટમાં બેરોજગાર થયેલ ઔદ્યોગિક કામગારોને રાહત આપી છે આવા કર્મચારીઓને તેમના ગત ત્રણ મહીનાના વતનના સરેરાશ લગભગ ૫૦ ટકા સુધીની રકમ બેરોજગારી હિતલાભના રૂપમાં આપવામાં આવશે. આ નિર્ણયનો લાભ લગભગ ૪૦ લાખ કામદારોને થવાની આશા છે. સરકારે નિયમોને ઢીલા કરતા આ નિર્ણય કર્યો છે કે કોરોના સંકટમાં નોકરી ગુમાવનારા ઔગ્યોગિક કામદારોને તેમના ત્રણ મહીનાના વેતનના ૫૦ ટકા સુધી બેરોજગારી હિતલાભ તરીકે આપવામાં આવે આ લાભ ફકત તે કામદારોને મળશે જેમણે ૨૪ માર્ચથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ની વચ્ચે પોતાની નોકરી ગુમાવી છે અથવા ગુમાવશે.
કર્મચારી રાજય વીમા નિગમ (ઇએસઆઇસી)ની બેઠકમાં આ પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો.ઇએસઆઇસી શ્રમ મંત્રાલય હેઠળ આવનાર એક સંગઠન છે જે કર્મચારીઓને ઇએસઆઇ યોજના હેઠળ ૨૧,૦૦ રૂપિયાનો વીમા ઉપલબ્ધ કરાવે છે.
આ યોજનાનો લાભ ફકત તે કામદારોને મળશે જે ઇએસઆઇની સાથે ઓછામાં ઓછા ગત બે વર્ષોથી જાેડાયેલા છે એટલે કે ફકત તેજ કામદારોને તેનો લાભ મળશે જે એક એપ્રિલ ૨૦૧૮થી ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી આ યોજનાથી જાેડાયેલ છે આ દરમિયાન એક ઓકટોબર ૨૦૧૯થી ૩૧ માર્ચ ૨૦૨૦ની વચ્ચે ઓછામાં ઓછા ૭૮ દિવસોનું કામકાજ જરૂરી છે.
ઇએસઆઇસી પોતાના ડેટા અનુસાર બેરોજગાર કામદારોને આ યોજનાનો લાભ મળશે કામદાર ઇસઆઇસીની કોઇ પણ શાખામાં જઇ સીધી અરજી કરી શકે છે યોગ્ય તપાસ બાદ રકમ તેમના ખાતામાં સીધી પહોંચી જશે તેના માટે આધાર નંબરની પણ મદદ લેવામાં આવશે. સેંટર ફોર મોનિટરિંગ ઇડિયન ઇકોનોમી અનુસાર કોરોના વાયરસ મહામારીના કારણે પેદા થયેલ સંકટના કારણે લગભગ ૧.૯ કરોડ લોકો પોતાની નોકરી ગુમાવી ચુકયા છે ફકત જુલાઇ મહિનામાં ૫૦ લાખ લોકો બેરોજગાર થયા છે જાે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અનુસારક જુનમાં ૪.૯૮ લાખ લોકો ઔપચારિક કાર્યદળથી જાેડાયેલ છે.HS