કોરોના સંક્રમણ ના પગલે મોડાસા સ્વૈચ્છિક બંધ રાખી નગરપાલિકા ની અપીલ ને માન્ય રાખતા વેપારીઓ ના સહકાર ને ખુબખુબ આવકાર્ય
મોડાસા: મોડાસા નાં નગરજનો નો કોરોના મહામારી કે જે આપણા નગર ને બાન લીધેલ છે તે સંક્રમણ ને નાથવા નાં કાર્ય માં જાગૃતતા બતાવી સ્વૈચ્છીક બંધ ને જબરજસ્ત સફળતા અપાવવા બદલ અલગ અલગ વેપારી સંગઠનો , સમાજ નાં તમામ વર્ગો , નાના – મોટા સૌનો તથા પ્રશાશન નો ખૂબ ખૂબ આભાર , આ કોરોના મહામારી ને સંયમ , સમજણ અને સૌ નગરજનો ની સક્રિયતા અને એકતા થી જ નાથી શકીશું ,
સૌ નગરજનો ને વિનંતી કે ભવિષ્ય માં પણ જન સુખાકારી નાં કાર્યો માં આવોજ સહકાર આપશો તેવી અપેક્ષા ,ની અપીલ કરતા મોડાસા નગરપાલિકા ના પ્રમુખ જલ્પા બેન ભાવસાર , આર. સી. મહેતા ( ઉપ- પ્રમુખ ન.પા. મોડાસા ) , તથા નગરપાલિકા નાં સદસ્યશ્રી.ઓ , ભાજપ મોડાસા શહેર પ્રમુખ રણધીર ભાઈ ચુડગર , ચેમ્બર્સ ઓફ કોમર્સ નાં અધ્યક્ષ કનુભાઈ પટેલ નગરપાલિકા વિરોધ પક્ષના સભ્યો તેમજ નગરપાલિકા ના મુખ્ય અધિકારી અને કર્મચારીઓ વિગેરે આપ સૌનો આભાર માને છે .