કોરોના સંક્રમણ ને અટકાવવા બાંટવામાં દુકાનો સવારે 8 થી બપોરે 2 સુધી જ ખુલી રહેશે
બાંટવા:- હાલ પ્રવર્તમાન સમયમાં કોરાના વાયરસ મહામારી માં કોરોના વાયરસ નો સંક્રમણ વધી રહ્યું છે જેમા જુનાગઢ જિલ્લો પણ બાકાત રહેવા પામેલ નથી જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં બાંટવા શહેરમાં પણ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતા બાંટવા શહેર ગ્રેન કરિયાણા એન્ડ કેટલફીડ મર્ચન્ટ એસોસિયેશન દ્વારા સોમવાર તા. ૨૯/૬ થી તા.૧૫/૭ સુધી દરરોજ સવારનાં ૮=૦૦ વાગ્યાથી બપોરના ૨=૦૦ વાગ્યા સુધીજ હોલસેલ અને રિટેલ દુકાનો ખુલી રાખવાનો સ્વેચ્છિક નિર્ણય એસોસિએશન નાં તમામ વેપારી ભાઈઓ દ્વારા લેવામાં આવેલ છે એમ બંન્ને એસોસિએશન ના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ આર.રાઠોડે જણાવ્યું છે