Western Times News

Gujarati News

કોરોના સંક્રમણ વચ્ચે માણેકચોક ખાણીપીણી બજાર શરૂઃ મંજુરી કોની??!

Files Photo

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અનલોકમાં છલ્લા પાંચ મહિનાથી સતત બંધ રહેલા માણેકચોક ખાણીપીણીની બજાર ધમધમતુ થઈ ગયુ છે. પરંતુ તેની મંજુરીને લઈને કોર્પોરેેશનના બે વિભાગો વચ્ચે સંકલન ન હોવાનું ચિત્ર ઉપસ્યુ છે. સામાન્ય રીતે કોરોના સંક્રમણના સમયમાં કોઈપણ બજાર અને તમાં પણ ખાણીપીણી બજાર શરૂ કરવુ ખુબ જ મુશ્કેેલ કાર્ય છે. તેની તબક્કાવાર મંજુરી લેવી પડતી હોય છે.

પરંતુ પરવાનગી કોના તરફથી આપવામાં આવી તેને લઈને અધિકારીઓ તરફથી મૌન સેવવામાં આવી રહ્યુ છે. તાજેતરમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ નહીં જળવાતા કોર્પોરેશન દ્વારા નેશનલ હેેન્ડલુમ સહિત લૉ -ગાર્ડનના ખાણીપીણી બજાર સહિતના એકમો બંધ કરાવવામાં આવ્યા હતા. તો નિકોલ સહિતના પૂર્વ વિસ્તારમાં ખાણીપીણીના એકમો સીલ કરીને સંચાલકો પાસેથી પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.

કોટ વિસ્તારમાં સોમવાર રાતથી ખાણીપીણી બજાર ફરીથી શરૂ કરવામાં આવી છે. આ અંગે કોર્પોરશન તરફથી મંજુરી મળી છે કે પછી હેલ્થ વિભાગ તરફથી મંજુરી આપી છે તે અંગે કોઈ અધિકારી જવાબ આપવા તૈયાર નથી. કોરોના સંક્રમણની સ્થિતિમાં લૉ-ગાર્ડન વિસ્તારમાં પ્રવૃત્તિઓ રવિવારે બંધ કરાવાઈ છે ત્યારે માણેકચોકમાં ખાણીપીણીની બજાર શરૂ થતા લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયુ છે.

માણેકચોક ખાણીપીણી બજારમાં રાત્રીના ખાવા માટે સામાન્ય દિવસોમાં કેટલી ભીડ જાેવા મળ છે. ત્યારે કોરોના કાળમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તો કોણ જવાબદાર ગણાશે? કોર્પોરેશન કે પછી ખાણીપીણી બજારના વેપારીઓ??! આ પ્રશ્ને તાકીદે સ્પષ્ટતા થઈ જાય એ અત્યંત જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.