કોરોના સંક્રમણ વધતા જીલ્લા કલેકટરને પત્ર પાઠવી
મોરબી જીલ્લામા ૧૫ દિવસના લોકડાઉનની માંગણી કરતા હળવદના ધારાસભ્ય સાબરીયા,તા.પં.પ્રમુખ ઝાલા
હળવદના ધનાળા, કેદારીયા, રણજીતગઢમા ભયગ્રસ્ત સ્વૈચ્છીક લોકડાઉન
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: મોરબી જીલ્લામા કોરોના સંક્રમિતોનો આંક રોજ-બરોજ વધતો જતા એકસો પચ્ચાસનો આંક વટાવી ગયો છે.ત્યારે,હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયા એ અનુક્રમે હળવદ તાલુકા તેમજ મોરબી જીલ્લામા લોકોની રજુઆતને અનુલક્ષી કોરોના સંકમણની સાઈકલ તોડવા પંદર દિવસનુ લોકડાઉન લાગુ કરવા મોરબી જીલ્લા કલેકટરને પત્ર પાઠવી માંગણી કરેલ છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ધીરે-ધીરે હળવદ તાલુકામા એક મૃત્યુ સાથે કુલ બાર કેસો નોંધાયા છે.જયારે,ધનાળા જેવા નાના ગામમા એક મૃત્યુ સાથે કુલ પાંચ લોકો કોરોનાગ્રસ્ત થતા ગામવાસીઓ ભયગ્રસ્ત થઈ ઘરોમા ભરાય ગયા છે.
જયારે,અમુક પરીવારો ગામ છોડી પોતાની વાડીઓમા રહેવા જતા રહ્યા હોવાનુ પ્રકાશમા આવેલ છે.જેના પગલે ગ્રામ્ય વિસ્તારોમા ભયનો માહોલ છવાતા તાલુકાના કેદારીયા તેમજ રણજીતગઢના સરપંચો ગ્રામજનો દ્રારા ફેરીયા તેમજ બહારની વ્યકતિઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા બેનરો લગાવી દેવામા આવ્યા છે.જયારે,ગ્રામજનો એ પણ માસ્ક સહીતના તમામ નિયમો પાળવા તાકીદ સાથે નિયમ ભંગ કરનાર લોકો સાથે દંડનીય કાર્યવાહી કરવામા આવવાનુ જણાવેલ છે,આવી પરીસ્થીતીને ધ્યાનમા લઈ બંન્રે આગેવાનો એ પંદર દિવસના લોકડાઉનની માંગણી કરેલ છે (તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ)