કોરોના સંક્રમણ વધતા બજારમાં જામેલી તેજીની ચમક ઘટીઃ વેપારીઓ ચિંતીત

(એજન્સી) અમદાવાદ, નવા વર્ષની શરૂઆતથી જ અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. લગભગ ઉત્તરાયણ સુધી લોકો બિંધાસ્ત રીતે બજારમાં ફરતા જાેવા મળ્યા હતા. અને ખરીદી કરતા હતા પરંતુ હવે કોરોના કાબુ બહાર જતાં લોકો ડરવા લાગ્યા છે. તેથી બજારમાં લાંબા સમયેે આવેલી તેજીની ચમક ઘટવા લાગી છે.
ખરીદીનું પ્રમાણ પણ ઘટી રહ્યુ હોવાની વેપારીઓની ફરીયાદ છે. હોટેલ અને રેસ્ટોરન્ટમાં પણ આવતા લોકોની સંખ્યા પ૦ ટકા કરતા પણ ઘટી ગઈ છે. કોરોનાને કાબુમાં લાવવા માટે રાજયના તમામ મોટા શહેરોમાં રાત્રી કફ્ર્યુનો અમલ શરૂ કરાયો છે.
ગત વર્ષે ઓગષ્ટ મહિના બાદ ગુજરાતમાંથી કોરોનાનું જાેર ધીરે ધીરે ઘટવા લાગ્યુ હતુ. કોરોના લગભગ નહીંવત થઈ ગયો હતો. જેને કારણે ફરી એક વખત શેરબજારમાં ગ્રાહકો ફરતા થયા હતા. અને લાંબા સમય બાદ મંદી દુર થઈ હતી. જે પરિવારોેએ લગ્નપ્રસંગો રદ કર્યા હતા તેમણે ચાલુ વર્ષે ધામધૂમથી લગ્ન પ્રસંગ કરવાની તૈયારીઓ શરૂ કરી દેતા બજારમાં તેજી જાેવા મળતી હતી. સોના-ચાંદી બજાર કપડાં, પગરખા તેમજ તમામ બજારમાં ફરીથી ખરીદી શરૂ થતાં વેપારીઓ આનંદમાં આવી ગયા હતા.
અમદાવાદીઓ ફરી હોટેલ અને રેસ્ટોરન્ટમાં પરિવાર સાથે જમવા નીકળી પડતા હોટેલ અને રેસ્ટોરન્ટની બહાર વેઈટીંગમાં ઉભેલા શહેરીજનો જાેવા મળ્યા હતા. પણ ફરી કોરોનાનુૃ સંક્રમણ વધવા લાગ્યુ હતુ. ઈસુના નવા વર્ષની શરૂઆતથી જ જાણે કે કોરોના બેકાબુ બન્યો હોય એમ રોજે રોજ હજારોની સંખ્યામાં અને દેેશમાં લાખ્ખોની સંખ્યામાં લોકો સંક્રમિત થવા લાગ્યા હતા. અને કોરોનાના આંકડા વધવા લાગ્યા હતા. પરંતુ તેની આક્રમકતા ઘટી હોવાથી લોકો તેને ગંભીરતાથી નહોતા લેતા.
ઉતરાયણ બાદ કોરોના જે રીતે વધવા લાગ્યાો એ જાેતા તંત્ર અને દેશવાસીઓ ફરી ચિંતીત છે. તંત્ર દ્વારા કોરોનાને કાબુમાં લેવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકો કોરોનાથી ફરી વખત ડરવા લાગતા બિનજરૂરી ઘરની બહાર નીકળવાનુ ટાળી રહ્યા છે.
આ તમામ પરિસ્થિતિ ને કારણે બજારમાં આવેલી તેજીની ચમક ઘટવા લાગી છે. બજારમાં જે ખરીદી થતી હતી તેમાં પણ નોંધનીય રીતે ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા અઠવાડીયાથી હોટેલ રેસ્ટોરન્સમાં જમવા આવતા લોકોની સંખ્યામાં પણ પ૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.