કોરોના સંક્રમિત લોકો માટે વેક્સિનનો એક ડોઝ પૂરતો
હૈદરાબાદ, હૈદરાબાદ સ્થિત એઆઈજી હોસ્પિટલે તાજેતરમાં ૨૬૦ હેલ્થવર્કર્સ પર આ સ્ટડી કર્યો. જાન્યુઆરી ૧૬ થી ફેબ્રુઆરી ૫ ની વચ્ચે આ તમામ ૨૬૦ કાર્યકરોને વેક્સિન અપાઈ હતી. સ્ટડીમાં જણાવાયું કે વેક્સિનના સિંગલ ડોઝે મેમરી ટી સેલ પર જે પ્રતિક્રિયા આપી તે કોરોના સંક્રમિત લોકોમાં ઘણી વધારે હતી.
જ્યારે જે લોકોને કોરોના થયો નહોતો તેમનામાં ઓછી પ્રતિક્રિયા જાેવા મળી. સંપૂર્ણ વેક્સિનેશન રણનીતિ પર આ સ્ટડીની અસર પર કોમેન્ટ કરતા એઆઈજી હોસ્પિટલના ચેરમેન ડો.ડી નાગેશ્વર રેડ્ડીએ જણાવ્યું કે પરિણામો દર્શાવે છે કે જે લોકોને કોરોના થયો હોય તેમણે વેક્સિનના બન્ને ડોઝ લેવાની જરુર પડતી નથી, સિંગલ ડોઝ તેમનામાં તંદુરસ્ત એન્ડીબોડી વિકસીત કરી શકે અને સંક્રમિત ન થનાર લોકોની તુલનામાં સંક્રમિત થનાર લોકોમાં મજબૂત મેમરી સેલ રિસ્પોન્સ મળી શકે છે.
હર્ડ ઈમ્યુનિટી લાવવા જ્યારે જરુરી સંખ્યામાં લોકોનું રસીકરણ કરવામાં આવે ત્યારે ફક્ત એક ડોઝ લેનાર કોરોનાથી સંક્રમિત થનાર દર્દીઓ બીજાે ડોઝ લઈ શકે છે. અમેરિકા અને મેક્સિકોમાં કરેલા મોટા અને છેલ્લા સ્ટડીમાં આ તારણ આપ્યું છે. કંપનીએ જણાવ્યું કે વેક્સિન લગભગ ૯૦ ટકા અસરકારક છે
અને શરુઆતના આંકડામાં જણાવાયું છે કે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. કંપનીએ જણાવ્યું કે સપ્ટેમ્બરના અંત સુધી અમેરિકા, યુરોપ તથા બીજી જગ્યાએ વેક્સિનના ઉપયોગ માટે મંજૂરીની જરુર છે અને ત્યાં સુધી કંપની એક મહિનામાં ૧૦ કરોડ ડોઝનું ઉત્પાદન કરી લેશે. મુખ્ય કાર્યપાલક સ્ટેનલી એર્કે જણાવ્યું કે અમારી શરુઆતના ડોઝ ઓછી આવક ધરાવતા દેશોને મળશે.