Western Times News

Gujarati News

કોરોના સંક્રમિત વ્યક્તિનો ગેસ્ટ હાઉસમાં આપઘાત

Files Photo

શિમલા: હિમાચલ પ્રદેશના શિમલામાં એક કોરના સંક્રમિત વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસને આપઘાત સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી છે. કોરોના પીડિત વ્યક્તિએ ઝેર ખાઈને આપઘાત કર્યો છે. વ્યક્તિ બિલાસપુરનો રહેવાસી છે. તેની ઉંમર ૪૫ વર્ષ કહેવામાં આવી રહી છે. વ્યક્તિ શિમલાના ઑલ્ડ બસ સ્ટેન્ડની આસપાસ એક ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. ગેસ્ટ હાઉસના વૉશરૂમમાંથી તેની લાશ મળી આવી છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ પહોંચી હતી.

પોલીસે કોરોના પ્રૉટોકોલ પ્રમાણે લાશનો કબજાે મેળ્યો હતો. આ કેસમાં પોલીસે મૃતકની પત્ની અને પત્નીના પ્રેમીની ધરપકડ કરી છે. મૃતક પાસેથી મળેલી સુસાઇડ નોટમાં બંનેનાં નામનો ઉલ્લેખ હતો. મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, સાથે સાથે કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. ટેસ્ટમાં મૃતકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આઈપીસીની કલમ ૩૦૬ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કાર્યકારી એસપી મોનિકા ભુટૂંગરુએ આ વાતની પુષ્ટિ કરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી છે. વ્યક્તિના રૂમમાં એક ડાયરી હતી. ડાયરીની અંદર સુસાઇડ નોટ રાખવામાં આવી હતી. સુસાઇડ નોટમાંથી માલુમ પડ્યું છે કે તે તેની પત્નીના પ્રેમ પ્રકરણથી પરેશાન હતો, જેના કારણે તેણે આવું પગલું ભર્યું હતું. મૃતકે આત્મહત્યા માટે તેની પત્ની અને તેના પ્રેમીને જવાબદાર ગણાવ્યા હતા. પોલીસે તપાસ બાદ મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે.

આ મામલે પોલીસે વધારે તપાસ શરૂ કરી છે. આ વ્યક્તિએ પંચાયત ભવન નજીક એક ગેસ્ટ હાઉસમાં ૨૨ એપ્રિલના રોજ રૂમ બૂક કરાવ્યો હતો. રવિવારે તેણે ઝેર ખાઈ લીધું હતું. ગેસ્ટ હાઉસ મેનેજરને જાણ કર્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. એફએસએફની ટીમ પણ ઘટનાસ્થળની તપાસ કરી હતી. આ ઉપરાંત બનાવ સ્થળની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.