કોરોના સામે જંગ જીતવા વેકસીનની જબરદસ્ત ડિમાન્ડ
યુકે, અમેરિકા, કેનેડા, અને વિશ્વના અન્ય અનેક ભાગોમાં આ પહેલી રસી છે જેને વપરાશ માટે મંજૂરી મળી હતી. દાવા મુજબ તે ૯૫ ટકા અસરકારક છે. આ રસીના અત્યાર સુધીમાં ૧.૨૮ બિલિયન ડોઝના પ્રીઓર્ડર છે. તેની વૈશ્વિક સ્તરે ખુબ ડિમાન્ડ પણ છે.
નવી દિલ્હી: ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી રાખ્યો છે. લાખો લોકોએ આ ટચૂકડા વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે. આ વર્ષ કોરોના વાયરસની ત્રાસદીના કારણે યાદગાર રહી જશે. નવા વર્ષે આ વાયરસના ખાતમાની દુનિયા આશા રાખીને બેઠી છે. કોરોના વાયરસને નાથવા માટે અનેક રસી પર કામ ચાલુ છે.
કેટલાક દેશોમાં તો રસીના ઉપયોગને મંજૂરી મળી જતા રસીકરણ ચાલુ પણ થઈ ગયું છે. કોરોનાના ભયંકર પ્રકોપના કારણે દુનિયામાં કોરોનાની રસીની ખુબ ડિમાન્ડ છે. તૈયાર થયેલી રસીઓના મોટા પાયે ઓર્ડર પણ અપાયા છે. નેચરમાં છપાયેલા એક આર્ટિકલ મુજબ આપણે જાેઈએ હાલ કઈ કોરોના રસીની ડિમાન્ડ છે અને તેના કેટલા પ્રીઓર્ડર અપાયેલા છે.
એ પહેલવહેલી રસી છે જેણે નોવેલ કોરોના વાયરસને નાથવા માટેના અસરકારક પરિણામ આપ્યા. આ રસીને ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાએ મળીને તૈયાર કરી છે. તેની અસરકારકતા ૭૦% હોવાનો દાવો કરાયો છે. દુનિયામાં સૌથી વધુ પ્રીઓર્ડર આ રસીના અપાયા છે. કુલ ૩.૨૯ બિલિયન ડોઝનો પ્રીઓર્ડર અપાયેલો છે.
ભારતમાં આ રસીનું પ્રોડક્શન સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ સૌથી અફોર્ડેબલ રસી (ઓછા ભાવની રસી) હોવાનું કહેવાય છે. જેનો એક છે જે ફાઈઝર-બાયોટેક અને મોર્ડના રસી કરતા પાંચથી દસ ગણી સસ્તી હોવાનું કહેવાય છે. આમ તો સૌથી વધુ પ્રીઓર્ડર કરાયેલી રસીમાં પહેલા નંબરે આવે છે.
જેના લગભગ ૧.૩૮ બિલિયન ડોઝનું બુકિંગ થયું છે. આ રસી મેરિલેન્ડની છે જેમાં કસ્ટમ મેડ સ્પાઈક પ્રોટિનનો ઉપયોગ થયો છે. જે નોવેલ કોરોના વાયરસના નોર્મલ સ્પાઈક પ્રોટીનનું પ્રતિબિંબ છે. આ યાદીમાં હવે પછી નંબર રસીનો આવે છે. જેને અમેરિકન ફાર્માસ્યુટિકલ જાયન્ટ ફાઈઝર અને જર્મન ફાર્માસ્યુટિકલ કંપની બાયોએનટેકે મળીને બનાવી છે.
રસી પણ કોરોનાને નાથવા માટેની રસીની રેસમાં છે. જાે કે તેણે હજુ તેની અસરકારકતા પૂરવાર કરવાની બાકી છે. ટાઈપ રસી હજુ પણ લેટ હ્યુમન ટ્રાયલ સ્ટેજમાં છે. જે ડિસેમ્બરમાં શરૂ થઈ. જ્હોન્સન એન્ડ જ્હોન્સન કોવિડ ૧૯ રસીનો અંદાજે ૧.૨૭ બિલિયન ડોઝનો પ્રીઓર્ડર અપાયેલો છે. મોર્ડનાની કોરોના રસી પર ૯૫ ટકા સુધી અસરકારક હોવાનો દાવો કરાયો છે. તેના ૭૮૦ મિલિયન ડોઝનું એડવાન્સ બુકિંગ થયું છે. કોરોનાની મોંઘી રસીઓમાંથી એક આ રસી છે.
જેની કિંમત ૩૨ ડોલરથી લઈને ૩૭ ડોલર પ્રતિ ડોઝ છે. પરંતુ આમ છતાં તેના પણ પ્રીઓર્ડર અપાયેલા છે. આ રસીના અત્યાર સુધીમાં ૪૧૦ મિલિયન ડોઝના પ્રી ઓર્ડર આપવામાં આવ્યા છે. ની કોરોના રસીના પણ સારા એવા પ્રમાણમાં પ્રીઓર્ડર અપાયા છે. આ રસી જાે કે હજુ પણ ટેસ્ટિંગના અર્લી સ્ટેજમાં છે. ફેઝ ૧ અને ફેઝ ૨ ટ્રાયલના વચગાળાના પરિણામોએ સારા સંકેત આપ્યા હતા. વિશ્વની પહેલી રસી જેને વપરાશ માટે મંજૂરી મળી હતી.
કોરોના સામે તે ૯૪ ટકા અસરકારક હોવાની દાવો કરાયો છે. હાલ આ રસીના ૩૪૦ મિલિયન ડોઝનું એડવાન્સ બુકિંગ થયું છે. રશિયામાં અત્યારે જે લોકોને કોરોના વાયરસનું જાેખમ સૌથી વધુ છે તેવા લોકોને રસી આપવાનું કામ ચાલુ છે. ચાઈનીઝ ફાર્માસ્યુટિકલ્સ જાયન્ટ કોરોના રસીનું ૨૬૦ મિલિયન ડોઝનું એડવાન્સ બુકિંગ થયેલું છે. આ રસી હાલ અન્ડર પ્રોડક્શન છે અને બ્રાઝીલમાં ક્લિનિકલ ટ્રાયલ ચાલુ છે.
કોરોનાના સામે તે ૫૦ ટકા અસરકારક હોવાનો દાવો કરાયો છે. ભારતના રસી નિર્માતા કંપની ભારત બાયોટેકએ કોરોનાને નાથવા માટે કોવેક્સિન રસી બનાવેલી છે. જાે કે હજુ તેના વપરાશ માટે મંજૂરી મળવાની બાકી છે. મળતી માહિતી મુજબ કોવેક્સિનના અંદાજે ૧૦ મિલિયન ડોઝ ભારત બાયોટેક દ્વારા તૈયાર કરી લેવાયા છે.
ઝાયડસ કેડિલાની ફેઝ ૩ ક્લિનિકલ ટ્રાયલની તૈયારીઓ ચાલે છે. જેમાં ૩૦ હજાર જેટલા વોલેન્ટિયર્સ પર રસીનું પરીક્ષણ કરવામાં આવશે. કેડિલાની રસી ના ફેઝ ૨ અંતર્ગત ૧૦૦૦ કરતા વધુ સ્વસ્થ વોલેન્ટિયર્સ પર પરીક્ષણ કરાયું હતું. ટ્રાયલના પરિણામોમાં જાણવા મળ્યું હતું કે આ રસી સુરક્ષિત છે.