કોરોના સામે લડત: સફાઈ કામદારોને પ્રીકોશનરી ડોઝ આપવાની કામગીરી શરૂ કરાઈ
(એજન્સી) અમદાવાદ, શહેરમાં કોરોના અને તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની આંધી ફેલાઈ છે. રોજ કોરોનાના નવા કેસના રેકોર્ડ સર્જાઈ રહ્યા છે. સેકન્ડ વેવ વતના કેસ કરતા પણ થર્ડ વેવમાં કેસની સંખ્યામાં જબ્બર ઉછાળો આવ્યો હોઈ હવે ૭૦ ટકા કેસ પશ્ચિમ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે.
થર્ડ વેવમાં પશ્ચિમ અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બન્યું હોઈ તંત્રમાં પણ દોડધામ મચી છે. આજથી પશ્ચિમ ઝોનના સફાઈ કામદારોમાં વેક્સિનનો પ્રીકોશનરી ડોઝ આપવાની હાથ ધરાયેલી કામગીરી તંત્રની કોરોના સામેની લડત દર્શાવી રહી છે.
કોરોનાની થર્ડ વેવની મહાસુનામીથી સામાન્ય લોકોમાં ગભરાટ ફેલાયો છે અને તેમાં પણ પશ્ચિમ અમદાવાદના નવરંગપુરા, નારણપુરા, પાલડી, ચાંદખેડા, બોડકદેવ, બોપલ, જાેધપુર, ઘાટલોડિયા જેવા વિસ્તાર કોોરનાના અજગરી ભરડામાં આવી ચુકયા હોઈ આ વિસ્તારોમાં ટેસ્ટિંગ ડોમ આગળ સવારથી લોકોની લાઈન લાગે છે.
હવે ભાજપના શાસકોએ જે તે ડોમમાં વધુ કિટ પૂરી પાડવાની તેમજ બપોર પછી પણ ડોમ કાર્યરત રાખવાની તંત્રને સૂચના આપી હોઈ લોકોને ટેસ્ટિંગના મામલે થોડી રાહત થઈ છે.
જાેકે કોરોના અને તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને આગળ વધતો અટકાવવા માટે વેક્સિનેશન જ એકમાત્ર ઉપાય છે એટલે મ્યુનિ. સત્તાવાળાઓએ વધુને વધુ લોકોને વેક્સિનેટ કરવા પર ખાસ ભાર મુકયો છે.
પશ્ચિમ ઝોનમાં તંત્રે સફાઈ કામદારોને તેમની હાજરી ભરવાના સ્થળે એટલે કે વોર્ડ ઓફિસ ખાતે જ વેક્સિનેશન કરવાની કામગીરી આજથી હાથ ધરી છે. આ સફાઈ કામદારોને પ્રીકોશનરી ડોઝ અપાઈ રહ્યા છે, જાેકે જે સફાઈ કામદારોને સેકન્ડ ડોઝ લેવાનો બાકી રહ્યો હશે તેવા સફાઈ કામદારોને સેકન્ડ ડોઝ પણ અપાઈ રહ્યો છે.
આજે નારણપુરા, નવરંગપુરા વગેરે પશ્ચિમ ઝોનના વિવિધ વોર્ડમાં તંત્રે પ્રીકોશનરી ડોઝ આપવાની કામગીરી શરૂ કરતા તેનો મોટી સંખ્યામાં સફાઈ કામદારોએ લાભ લીધો હતો. પશ્ચિમ અમદાવાદમાં કોરોના કેસ કુદકે ને ભૂસકે વધી રહ્યા છે તેમજ અનેક મ્યુનિ. ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ કોરોના સંક્રમિત થયો છે એટલે તંત્રે સફાઈ કામદારો માટે અર્બન હેલ્થ સેન્ટર, શાળા, ટેસ્ટિંગ ડોમ જેવા પરંપરાગત વેક્સિનેશન સેન્ટરના બદલે જે તે વોર્ડ ઓફિસમાં ખાસ મેડિકલ ટીમને મેદાનમાં ઉતારીને સફાઈ કામદારો માટે આગવી વ્યવસ્થા ઉભી કરી છે સફાઈ કામદારોમાં પણ કોરોનાનો ચેપ ઝડપભેર પ્રસરી રહ્યો હોઈ સત્તાવાળાઓએ અગમચેતીના પગલાંરૂપે આ નવી પહેલ હાથ ધરી છે.
ગઈકાલે તંત્ર દ્વારા ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન, હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રીકોશનરી ડોઝ આપવાની કામગીરી હેઠળ તેનો ૬રપ૪ લોકોએ લાભ લીધો હતો, જયારે ૧પ થી ૧૮ વર્ષના કુલ ર૮૧૪ કિશોરોનું વેક્સિનેશન કરાયું હતું જેમાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૭૮૮ કિશોર અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રર૯ કિશોરનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ૬૧૦ર લોકોએ ફર્સ્ટ ડોઝ, ૧ર,૮૩૭ લોકોએ સેકન્ડ ડોઝ લીધો હતો.SSS