કોરોના સામે હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થઈ નથી
અમદાવાદ, વિશ્વભરમાં આતંક મચાવી રહેલા કોરોના વાયરસ સામે નાગરીકોમાં “હર્ડ ઈમ્યુનિટી” ડેવલપ થી હોવાના દાવા નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે અમદાવાદમાં ૪૯ ટકા લોકો કોરોના સંક્રમિત હોવાના પણ દાવા થઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશને આ બંને દાવાને ફગાવ્યા છે તથા વિશ્વના કોઈપણ દેશમાં કોરોના સામે “હર્ડ ઈમ્યુનીટી” ડેવલપ થી ન હોવાનો રીપોર્ટ જાહેર કર્યા છે. મ્યુનિ.આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ ૧૬ જૂનથી ૧૧ જુલાઈ દરમ્યાન હર્ડ ઈમ્યુનીટી માટે અભ્યાસ કરવામાં આવ્યો છે. આ સમયગાળામાં અમદાવાદના તમામ સાતેય ઝોનમાંથી ૩૦ હજાર નાગરીકોના એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી માત્ર ૧૭.૫૦ ટકા પોઝીટીવ મળ્યા છે. સામાન્ય રીતે હર્ડ ઈમ્યુનીટી માટે ૭૦થી ૫૦ ટકા પોઝીટીવ કેસ હોવા જરૂરી છે.
થોડા સમય પહેલાં સ્પેન, સ્વીટઝર્લેન્ડ અને અમેરીકાએ પણ આ માટે અભ્યાસ કર્યાે હતો. પરંતુ તેમાં હર્ડ ઈમ્યુનીટી ડેવલપ હોય તેવા કોઈ જ પુરાવા મળ્યા નથી. અમદાવાદ શહેરમાં ૪૯ ટકા પોઝીટીવીટી છે તેવા સમાચાર વહેતા થયા છે. જેમાં આઈસીએમએરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આઈસીએમઆરના ચેરમેન ડો.બલરામ ભાર્ગવે આ સમાચારને રદિયો આપ્યો છે. તથા આ પ્રકારનો કોઈ જ અભ્યાસ કરવામાં આવ્યો નથી તેમ જણાવવામાં આવ્યું છે. તેથી આ સમાચાર પણ તદ્દન પાયાવિહોણા છે. કોરોના સામે “હર્ડ ઈમ્યુનિટી” ડેવલપ થી રહી હોવાની ખોટી અફવા પર ધ્યાન આપવાના બદલે તેનાથી રક્ષણ મળે તે માટે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરનો અમલ કરવો જરૂરી છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.