કોરોના સારવાર માટે ખાનગી હોસ્પિટલના દર નક્કી કરાયા
નવી દિલ્હી: દિલ્હીમાં કોરોનાનાં વધતા જતા પ્રકોપ બાદ ગૃહ મંત્રાલય એક્શનમાં આવી ગયુ છે. કેન્દ્રએ રાજ્યમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારનો ખર્ચો ઓછો કરી દીધો છે. ગૃહમંત્રી અમિત શાહે નીતિ આયોગનાં સભ્ય વીકે પોલનાં નેતૃત્વમાં એક આયોગનું ગઠન કર્યુ હતું. જે દિલ્હીની ખાનગી હોસ્પિટલોમાં આઈસોલેશન બેડ, વગર વેન્ટિલેટર સપોર્ટ સાથે આઈસીયુ અને વેન્ટિલેટર સપોર્ટનાં આઈસીયુમાં કોરોનાની સારવાનો દર નક્કી કરવાનો હતો. એક ખાનગી માહિતી અનુસાર, ગૃહમંત્રાલયે કમિટીની ભલામણ પણ માની લીધી છે.
કમિટીએ પીપીઈ કીટ સાથે આઈસોલેશન બેડ માટે ૮,૦૦૦-૧૦,૦૦૦, વગર વેન્ટિલેટરની સાથે આઈસીયુ બેડનો ચાર્જ ૧૩થી ૧૫ હજાર થશે. જ્યારે વેન્ટિલેટરની સાથે આઈસીયુ બેડનો ચાર્જ ૧૫થી ૧૮ હજાર થશે. તમને જણાવી દઈએ કે, પહેલાં ખાનગી હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડનો ચાર્જ ૨૪થી ૨૫ હજાર રૂપિયા હતો. જ્યાં આઈસીયુ બેડનો ચાર્જ ૩૪થી ૪૩ હજારની વચ્ચે હતો. જ્યારે આઈસીયુ વેન્ટિલેટરની સાથે ૪૪થી ૫૪ હજાર રૂપિયા હતો. આ ચાર્જ પીપીઈ કીટને છોડીને લાગતો હતો. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે,“હાલમાં દિલ્હીમાં કોરોનાનું ટેસ્ટિંગ બે ગણી વધારે થઈ ચૂકેલ છે.
ગૃહમંત્રી અમિત શાહે થોડાંક દિવસ પહેલાં કહ્યું હતું કે દિલ્હીમાં ટૂંક સમયમાં જ ૩ ગણો કોરોના ટેસ્ટ થશે. દિલ્હીમાં ૧૫-૧૭ જૂન વચ્ચે કુલ ૨૭,૨૬૩ સેમ્પલ એકત્ર કરવામાં આવ્યાં હતાં. આ પહેલાં આ આંકડો ૪-૫ હજારની વચ્ચે હતો.” તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અનલોક-૧ બાદથી રાજ્યમાં દરરોજ રેકોર્ડ નંબરમાં કોરોનાનાં કેસ સામે આવી રહ્યાં છે.