Western Times News

Gujarati News

કોરોના સુનામી વચ્ચે સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટના વેચાણમાં ચાર ગણો ઉછાળો

અમદાવાદ, સમગ્ર વિશ્વ ફરી એકવાર કોરોના સંક્રમણની સુનામી વચ્ચે ઝઝુમી રહ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતમા કોરોના કેસમાં મહાવિસ્ફોટ થયો છે . એક પછી એક રેકર્ડ કોરોના આંકડાઓ તુટી રહ્યા છે.

કોરોના ટેસ્ટીગ માટે લેબ હાઉસ ફુલ થઇ રહી છે. તેવામાં હવે સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટના વેચાણમાં ચાર ગણો ઉછાળો થયો છે. કારણ કે લોકો હવે ઘર બેઠકમાં સેલ્ફ કોવિડ ટેસ્ટ કરી શકે તેવી ટેસ્ટ કિટ માર્કેટમાં ઉપલબ્ધ થઇ રહી છે.

સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટ વિક્રેતા હેમુભાઇ પટેલ જણાવ્યુ હતુ કે માર્કેટમાં હાલ અલગ અલગ કંપની સેલ્ફ કોવિડ એન્ટી રેપિડ ટેસ્ટ કિટ ઉપલ્બધ છે . ૧૦૦ થી લઇ ૩૦૦ રૂપિયા કિંમતની ટેસ્ટ કિટ મેડિકલ શોપમા ઉપલ્બધ છે . ડિસેમ્બરમાં કિટના વેચાણ પર બ્રેક લાગી હતી. પરંતુ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી સેલ્ફ ટેસ્ટ કિટના વેચાણમાં ત્રણ થી ચાર ગણો વધારો થયો છે.

માર્કેટમાં સેલ્ફ ટેસ્ટ કિટની ડિમાન્ડ પણ સતત વધી છે . હવે ટેસ્ટી માટે લોકો જાગૃત થયા છે તેથી કોર્પોરટ હાઉસમાં સ્ટાફને ટેસ્ટીગ માટે , લગ્ન સમારોહ હોય કે પછી જ્યા મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાના હોય છે તે લોકો પણ હવે સેલ્ફ ટેસ્ટ કિટ પણ ઓડર મળી રહ્યો છે . એન્ટીજન રેપિડ ટેસ્ટ કિટનો ફાયદો છે કે ઘર બેઠા પણ સરળતાથી થઇ શકે છે.

સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટના યુઝ વધ્યો છે . ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારી ડો ભાવિન સોલંકી ચોંકવાનું નિવેદન આપતા કહ્યું હતુ કે શહેરમાં કોરોના ટેસ્ટીગ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે .

પરંતુ જે લોકો સેલ્ફ ટેસ્ટીગ કરી રહ્યા છે તેઓનો કોઇ રેકર્ડ એએમસી પાસે આવતો નથી. એએમસી અપીલ છે કે જે પણ વ્યક્તિ સેલ્ફ કોવિડ ટેસ્ટ કરે છે તેનો પોઝિટીવ રીપોર્ટ આવે તોએએમસી જાણ કરવી જોઇએ.

જેથી એએમસી ટીમ દ્વારા તેઓ યોગ્ય સારવાર આપી શકીએ છીએ . તેમજ કોવિડ નિયમનું પાલન કરાવી શકાય . પરંતુ હાલ અત્યાર સુધી સેલ્ફ કોવિડ ટેસ્ટ કરનાર એક પણ વ્યક્તિએ એએમસી રીપોર્ટ આવ્યા બાદ જાણ નથી કરતા તે ઘણુ ઘાતક માની શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.