કોરોના સ્પ્રેડર બને તો નવાઈ નહીં, મોડાસાની BoB સહીતની બેંકમાં હકકડે ઠઠ ભીડ
સાહેબ આ બેંક વાળાને કોણ દંડશે….!!
અરવલ્લી જીલ્લામાં કોરોના સંક્રમણનો કહેર યથાવત છે મોડાસા શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે બેંકોમાં લોકોની અવર જવર વધારે રહેતી હોવાથી બેંકના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થઇ રહ્યા હોવાથી સુપરસ્પ્રેડર બને તેવું જોખમ રહેલું છે બેંકોની અંદર અને બહાર સરકારી ગાઈડલાઈનના લીરેલીરા ઉડી રહ્યા છે
બેંકો જ સુપરસ્પ્રેડર બને તેવી ભીતી સેવાઈ રહી છે મોડાસા શહેર સહીત જીલ્લામાં આવેલી મોટા ભાગની બેંકમાં વેન્ટીલેશનની સુવિધા પણ ન હોવાથી ગ્રાહકો અને બેંક કર્મચારીઓમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે એક બાજુ સરકારે મેળા પર પ્રતિબંધ લગાવી દીધો છે
ત્યારે બીજીબાજુ બેંકોમાં મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે વહીવટી તંત્ર અને પોલીસતંત્ર ગ્રાહકોના મેળા કરતી બેંકો સામે દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી ક્યારે કરશે તેવી ચર્ચા ચાલી રહી છે ગ્રાહકો માટે યોગ્ય સુવિધા ઉભી કરી કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવામાં નહિ આવે તો આગામી સમયમાં અરવલ્લી જીલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થશે
મોડાસા શહેરમાં આવેલી બેંક ઓફ બરોડામાં અન્ય બેંકો વિલિનીકરણ થયા પછી દરરોજ મેળા જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે બેંક બહાર ગ્રાહકોની ભીડ જોતા કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે ગ્રાહકોમાં પણ માસ્ક પહેર્યા વગર લાપરવાહ જણાઈ રહ્યા છે
બેંક ઓફ બરોડામાં બેંક મર્જ થતા વિદ્યાર્થીઓ પણ નવા ખાતા નંબર મેળવવા કતારમાં ઉભા રહી ગયા હતા શહેરની મોટા ભાગની બેંકમાં કોરોના સંક્રમણને લઈને સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનના ધજીયા ઉડી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર,આરોગ્યતંત્ર અને પોલીસતંત્ર પણ બેંક સામે ઘૂંટણીયે પડી ગઈ હોય તેવું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે
અરવલ્લી જીલ્લામાં કોરોના થી લોકોના ટપોટપ મોત નીપજી રહ્યા છે સતત લોકો કોરોનાગ્રસ્ત બની રહ્યા હોવા છતાં જાણે કોરોનાનો ડર ના રહ્યો તેમ લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી ભીડ જમાવી રહ્યા છે.મોટા ભાગની બેંકોમાં અંદર અને બહાર ભીડ જોવા મળી રહી છે લોકડાઉન બાદ છૂટછાટ દરમિયાન બેંકો બહાર અને અંદર સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા દોરેલ સર્કલ પણ ભૂંસાઈ ગયા છે બેંકના કર્મચારીઓ સતત કોરોનામાં સપડાઈ રહ્યા હોવાની સાથે સુપર સ્પ્રેડર બની શકે છે કેન્દ્ર સરકારની વિવિધ સહાયના રૂપિયા બેંકોમા જમા થતા લોકો રૂપિયા ઉપાડવા ધસારો કરતા હોવાથી બેંકો બહાર ભીડ ઉમટી રહી છે