કોરોના હજુ ગયો નથી, ટેસ્ટિંગ માટે પશ્ચિમ અમદાવાદમાં સૌથી વધુ ૩૭ ડોમ
અમદાવાદ, શહેરમાં કોરોનાની થર્ડ વેવ હાલમાં ચાલી રહી છે. સદનસીબે તેના કેસમાં ઘટાડો નોંધાયો છે. તેમ છતાં ગઇકાલે અમદાવાદમાં કોરોનાના સત્તાવાર કેસનો આંકડો ૪,૦૦૦ને પાર રહ્યો હતો એટલે કે હજુ ૪,૦૪૬ નવા કેસ નોંધાયા હતા, જ્યારે સાત દર્દીના મૃત્યુ થતા કોરોના હજુ પણ ઘાતક પુરવાર થઇ રહ્યો છે.
તેમાં પણ તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લેશમાત્ર હળવો ગણવાની જરૂર નથી, કેમકે અમદાવાદ સહિત ગુજરાતના મોટા ભાગના દર્દીના મોત થયા હોવાનું રાજ્ય સરકારના અભ્યાસથી પ્રકાશમાં આવ્યુ છે. આમ ડેલ્ટા જેટલો ઓમિક્રોન પણ ઘાતક બન્યો હોઇ અમદાવાદીઓએ સાવધાન રહેવાની જરૂર છે. મ્યુનિ. તંત્ર દ્વારા શહેરીજનો માટે કુલ ૬૦ ટેસ્ટિંગ ડોમ શરૂ કરાયા હોઇ પશ્ચિમ અમદાવાદમાં કોરોનાના મહત્તમ કેમ હોવાના કારણે સૌથી વુધ ૩૭ ડોમ ઊભા કરાયા છે. જેનો લાભ લઇને લોકો કોરોનાના સંક્રમણને આગળવધતુ અટકાવી શકે છે.
શહેરમાં કોરોનાનો પ્રકોપ છેલ્લા કેટલાક દિવસથી ઘટી રહ્યો હોવાનું તંત્રના કેસના સત્તાવાર આંકડા દર્શાવી રહ્યા છે. તેમ છતાં છેલ્લા સાત દિવસમાં એટલે કે તા.૨૨થી ૨૮ જાન્યુઆરી સુધીમાં પણ ઓછા કેસ, ઓછા કેસની ચર્ચાની વચ્ચે પણ ૩૭ હજારથી વધુ એટલે કે કેલુ ૩૭,૭૪૮ કેસ નોંધાઇ ચૂક્યા છે, જે રોજના સરેરાશ ૫,૩૯૩ કેસ થાય છે. જ્યારે ૫૦ દર્દીના મોત થાય હોઇ તે રોજના સાતથી વધુ દર્દીના મોત દર્શાવે છે. આ આંકડા પણ ચોક્કસપણે બિહારમાં હોઇ લોકો સવારથી કોરોનાના ટેસ્ટિંગ માટે ડોમની બહાર લાઇન લગાવી રહ્યા છે.
મ્યુનિ. તંત્ર દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૮ ડોમ કાર્યરત કરાયા હોઇ તેમાં સિલ્વર સ્ટાર-ચાંદલોડિયા, આલ્ફામોલ – વસ્ત્રાપુર, ઝાયડસ બ્રિજ-, પ્રભાત ચોક- ઘાટલોડિયા, ડી માર્ટ- વેજલપુર, ગોતા ક્રોસ રોડ, વંદે માતરમ ક્રોસ રોડ, સુકન મોલ- સાયન્સ સિટી, વિવેકાનંદનગર સર્કલ-મેમનગર, પકવાન ક્રોસ રોડ-આંબલી, ગોવર્ધન પાર્ટી પ્લોટ-થલતેજ, માનસી સર્કલ, ડી-માર્ટ બોડકદેવ, ગુજરાત હાઇકોર્ટ, કારગિલ પેટ્રોલપંપ-ગોતા, કલાસાગર મોલ- ઘાટલોડિયા, ભૂયંગદેવ ક્રોસ રોડ, શીલજ ક્રોસ રોડનો સમાવેશ થાય છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં ઇન્કમટેક્સ ક્રોસ રોડ, ટોરેન્ટ પાવર, ટાગોર હોલ, કીટલી સર્કલ- અખબારનગર, વાસણા બસસ્ટેન્ડ, આરટીઓ સર્કલ, એસટી સ્ટેન્ડ- રાણીપ, મ્યુનિ. માર્કેટ – સીજી રોડ, ન્યૂ સીજી રોડ- ચાંદખેડા, મોટેરા ગામ, દિગ્વિજય શાળા- રાણીપ, એસવીપી હોસ્પિટલ, વિજય ક્રોસ રોડ- નવરંગપુરા, નહેરુનગર ક્રોસ રોડ, નારણપુરા ક્રોસ રોડ અને જનતાનગર- ચાંદખેડા મળીને કુલ ૧૬ ડોમ ઊભા કરાયા છે.(એનઆર)