Western Times News

Gujarati News

કોરોના હવાથી ફેલાવા અંગે WHOને રિપોર્ટનો ઇંતેજાર

WHOએ કોરોના નાક અને મોંથી નીકળતા ડ્રોપ્લેટ્‌સથી ફેલાતો હોવાનું જણાવી ગાઈડલાઈન બહાર પાડી હતી
ન્યૂયોર્ક,  ૩૨ દેશોના ૨૩૯ વિજ્ઞાનીઓએ પત્ર લખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ને કોરોના વાયરસ હવાથી ફેલાતો હોવાની ચોંકાવનારી વિગતો આપ્યા પછી આ મામલે આરોગ્ય સંસ્થાએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. તેણે કહ્યું છે કે તે આ મુદ્દે હજુ વધુ સંશોધન અને અભ્યાસ ઈચ્છે છે. ડબલ્યુએચઓના પ્રવક્તા તારિક જેસરેવિકના જણાવ્યા પ્રમાણે, અમને લેટર અને રિપોર્ટની ખબર છે.

ટેÂક્નકલ એક્સપટર્સ સાથે તેની સમીક્ષા કરી રહ્યા છીએ. હવામાં રહેલા કણો (એરોસોલ)થી કોરોનાવાઈરસ કેટલો ઝડપથી ફેલાઈ છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. અમે ચેપનો રસ્તો એટલે કે એરોસોલ રૂટ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યારના તબક્કે માર્ગદર્શિકામાં કોઈ ફેરફાર થવો જોઈએ કે કેમ તે વિશે અમે કશું ખાતરીપૂર્વક કહી શકીએ તેમ નથી.
અમુક પરિÂસ્થતિઓમાં હવાથી કોરોનાનું સંક્રમણ ફેલાય છે. જેમ કે દર્દીને ઓÂક્સજન માટે ટ્યુબ લગાવતી વખતે. ડબલ્યુએચઓએ ૨૯ જૂનના રોજ સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોરોના નાક અને મોંથી નીકળતા ડ્રોપ્લેટ્‌સથી ફેલાય છે.

સપાટી પર રહેલા કણોથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે. સ્વાસ્થ્ય કર્મચારીઓને સલાહ આપતાં તેમણે કહ્યું હતું કે, દર્દીઓને ઓÂક્સજન ટ્યુબ લગાવતી વખતે અને વેÂન્ટલેટરની આસપાસ હોય ત્યારે એન-૯૫ રેÂસ્પરેન્ટ્રી માસ્ક પહેરવો અને તમામ જરૂરી ઈÂક્વપેન્ટ પહેરવાં જોઈએ.

મિનેસોટા યુનિવર્સિટીના સંક્રમણ રોગ નિષ્ણાત ડો. માઈકલ આસ્ટરહોલ્મના જણાવ્યા પ્રમાણે, આંકડા સામે હોવા છતાં ડબલ્યુએચઓએ ઈન્ફલ્યુએન્ઝા વાઈરસ હવામાં હોવાની વાતને સમજવાનો પ્રયાસ નથી કર્યો. નથી. ડો. માઈકલના જણાવ્યા પ્રમાણે, ડબલ્યુએચઓની નિરાશાનું સ્તર નીચલા સ્તરે પહોંચી ગયું છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી હોÂસ્પટલ્સના સંક્રમણ રોગ સલાહકાર પ્રો. બાબક ઝાવેદના જણાવ્યા પ્રમાણે, હવામાં રહેલા કણોથી સંક્રમણ ફેલાવવાની શક્યતા છે પરંતુ હવામાં હાજર વાઈરસ કેટલા સમય સુધી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.