Western Times News

Gujarati News

કોરોના હવે શરદી-ખાંસી જેવો, ચોથી લહેરની શકયતા નહિવત

Files Photo

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં કોરોનાના ઓમીક્રોન XE વેરીયએન્ટનો પહેલો કિસ્સો સામે આવ્યો છ જાેકે ઓમીક્રોન XE થી ચિંતા જેવું નથી એ એટલા માટે કે આપણે ઓમીક્રોનનો ત્રીજી લહેરમાં સામનો કરી ચુકયા છે. માત્ર સાવચેતી જરૂરી છે. ગુજરાત સહીત દેશમાં કોરોના શરદી-ખાંસી જેવો થઈ ગયો છે.

કોરોના પેન્ડેમીકથી એન્ડેમીક તરફ છે. એટલું જ નહી પરંતુ આગામી સમયમાં    પણ કોરોનાથી ચોથી લહેરની શકયતા દેખાતી નથી તેવો મત ઈન્ડીયન મેડીકલ એસોસીએશનની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખ ડો.ચંદ્રેશ જરદોશ અને અન્ય તબીબોએ વ્યકત કર્યો છે.

કોરોનાના ઓમીક્રોન એકસઈ વેરીએન્ટથી ચિંતા કરવા જેવું નથી, આપણે ત્યાં મોટા ભાગના લોકોને કોરોના રસીનો બીજાે ડોઝ અપાઈ ચુકયો છે. રસીના કારણે ઈમ્યુનીટી આવી ગઈ છે. કોરોનાની ત્રીજી લહેર પણ માઈલ્ડ રહી છે. ગંભીર પ્રમાણના કેસો ખૂબ ઓછા રહયા છે. દર્દીઓ ઘરે જ સાજા થયા હોય તેનું પ્રમાણ ઉચું રહયું છે.

મૃત્યુઆંક પણ નીચે રહયો છે. આમ ઓમીક્રોનનો સામનો ત્રીજી લહેરમાં કરી ચુકયા છે. નવો એકસઈ વોરીએન્ટ ઓમીક્રોનનો જ હિસ્સો છે. આલ્ફા, બેીટા, ડેલ્ટા માફક જાે કોઈ નવો વાયરલ આવે તો જ આપણા માટે ખતરાની નિશાની છે. ચાઈનામાં ઓમીક્રોન પહેલીવાર આવ્યો છે. એટલે ત્યાં ચિંતાનું વાતાવરણ છે. ભારત માટે ઓમીક્રોન નવું નથી.

ઈન્ડીયન મેડીકલ એસોસીએશન સાથે સંકળાયેલા તબીબોનું માનવું છે કે બુસ્ટર ડોઝની શરૂઆત થઈ છે. આ સ્થિતીમાં લોકોએ માની લો છે કે જેમણે રસીના બે ડોઝ કોવિશીલ્ડના લીધા હોય ત તેમણે ત્રીજાે ડોઝ કો-વેકિસનનો લેવો હિતાવહ છે. જેમ કોરોનાના કેસ વધે તેમ વાયરસના સ્વરૂપ બદલવાની શકયતા વધી જાય છે.

અલબત્ત અત્યારે એવા કોઈ ચિહ્નો દેખાતાં નથી. આમ લોકોએ ગભરાવાને બદલે માત્ર સાવચેતી રાખવાની જરૂર છે. ઓમીક્રોનની એકસઈ વેરીએન્ટ ઝડપથી ફેલાય છે. પણ માઈલ્ડ પ્રકારની હોવાથી ચિંતા જેવું લાગતું નથી. તેમાં કોઈ દર્દીને ન્યુમોનીયા થાય કે દર્દી મોત સુધી પહોચે તેવું થતું નથી. એકંદરે આગામી સમયમાં ચોથી લહેરની શકયતા દેખાતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.