કોરોના હોસ્પિટલમાં ફાયરનો જવાન તહેનાત કરવા ર્નિણય
રાજકોટ: રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં રાત્રે આગ લાગ લાગી હતી. હોસ્પિટલમાં લાગેલ આગના બનાવમાં અત્યાર સુધીમાં ૫ જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા છે. જેમા ૩૩ દર્દીઓ સાવરવાર લઇ રહ્યા હતા. આ વચ્ચે રાજ્યમાં ચર્ચાએ જોર પકડ્યુ છે કે, માત્ર કોવિડ હોસ્પિટલોમાં જ આગ શામાટે લાગે છે ત્યારે લોકો એવા પણ સવાલો કરી રહ્યા છે કે, શું તંત્ર દ્વારા જે હોસ્પિટલોને કોવિડમાં ફેરવવામા આવી રહી છે. તેમા તેઓ ફાયર સેફ્ટી વિશે જાણકારી મેળવે છે કે નહી. આવામાં ગાંધીનગરમાં મળેલી એક બેઠકમાં તકેદારીના ભાગ સ્વરૂપે એક ર્નિણય લેવામાં આવ્યો છે.
રાજકોટમાં લાગેલી આગ બાદ ગાંધીનગર સિવિલમાં પણ સાવચેતીના પગલારૂપે બેઠક યોજાઇ હતી જેમા ફાયર વિભાગ અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ર્નિણય લેવામા આવ્યો છે કે, સિવિલ કોવિડ હોસ્પિટલમાં ફાયરના જવાનો તૈનાત રાખવામાં આવશે. રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં સતત આગની ઘટનાઓ થતા ફાયર ડિપાર્ટમેન્ટના માણસો આઈસીયુ બહાર હાજર રાખવા સુચના આપી દેવામા આવી છે.
આ ટીમમાં એક ઈલેક્ટ્રીશીયન પણ હાજર રખાશે. સિવિલ સાથે એસએમવીએસ અને આશ્કા હોસ્પિટલને પણ સુચના અપાઈ છે. બે ફાયરમેન રાઉન્ડ ધ ક્લોક બે ફાયરના જવાનો કોવિડ અને આઈસીયુ બહાર ઓપરેટ કરી શકાય તેના માટે સુચના આપવમાં આવી છે.
અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલી શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગને કારણે કોરોનાનાં ૮ દર્દીઓનાં મોત થયા હતા. ૨૫ ઓગસ્ટે જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિકલ આઈસીયુ વિભાગમાં શોર્ટસર્કિટને કારણે અચાનક આગ લાગી હતી.