કોરોના : ૨૩ ટ્રેનો રદ : તાજમહેલ બંધ : મુંબઇમાં એકનુ મોત
નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના પરિણામ સ્વરુપે રેલવે દ્વારા પણ સાવચેતીરુપે ૨૩ ટ્રેનોને રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ ૨૩ ટ્રેનોમાં મેઇલ, એક્સપ્રેસ તથા ડુરન્ટો ટ્રેનનો સમાવેશ થાય છે. રાજધાની જેવી ટ્રેનો પણ આમા સામેલ છે. કોરોના વાયરસના પરિણામ સ્વરુપે કેસોની સંખ્યામાં ઉલ્લેખનીયરીતે વધારો થઇ રહ્યો છે. મેઇલ અને એક્સપ્રેસથી લઇને રાજધાની જેવી ટ્રેનો પણ સામેલ કરવામાં આવી છે. કેટલીક આંતરરાષ્ટ્રીય વિમાની સેવા પણ બંધ કરવામાં આવી ચુકી છે.
વિવિધ પગલા લેવાઈ રહ્યા છે ત્યારે સેન્ટ્રલ રેલવે દ્વારા મંગળવારના દિવસે ૨૩ ટ્રેનોને રદ કરી દીધી છે. આ મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં રાજધાની જેવી ટ્રેનો પણ સામેલ છે. ૧૯મી માર્ચથી લઇને ૩૧મી માર્ચ સુધી મુંબઈ-પુણે વચ્ચેની ડેક્કન એક્સપ્રેસને બંધ કરાઈ છે જ્યારે લોકમાન્ય તિલક, અંજની એક્સપ્રેસને ૩૦મી માર્ચ સુધી બંધ કરાઈ છે. આવી જ રીતે મુંબઈ-પુણે વચ્ચેની પ્રગતિ એક્સપ્રેસ, મુંબઈ-હાવડા ડુરન્ટો એક્સપ્રેસ, છત્રપતિ શિવાજી ટર્મિનલ-નિઝામુદ્દીન રાજધાની ટ્રેનોને પણ બંધ રાખવામાં આવનાર છે. લોકમાન્ય તિલક-મનમાડ એક્સેપ્રેસને પણ હાલમાં બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
ખતરનાક અને જીવલેણ કોરોના વાયરસની અસર ફેલાયા બાદ દેશભરમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. સ્કુલ અને કોલેજા બાદ હવે ટ્યુરિસ્ટ સ્થળો અને ઐતિહાસિક સ્થળોને પણ બંધ કરવામાં આવી રહ્યા છે. આજ ક્રમમાં દુનિયાના સાત અજુબામાં સ્થાન ધરાનાર તાજમહેલને પણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૧૬૩૧થી ૧૬૪૮ વચ્ચેના ગાળામાં તાજ મહેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હજુ સુધી તાજમહેલને બે વખત બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે કોરોનાના પરિણામ સ્વરુપે તાજ મહેલને ત્રીજી વખત બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આગરામાં Âસ્થત તાજમહેલને તેની ખુબસુરતી માટે ગણવામાં આવે છે.
દેશવિદેશથી લોકો તાજમહેલને નિહાળવા માટે પહોંચે છે. સરેરાશ ૧૦૦૦૦ લોકો દરરોજ તાજમહેલને નિહાળે છે. અલબત્ત કોરોના ફેલાઈ ગયા બાદ ભારત સરકારે વિદેશી નાગરિકોને ભારત આવવા પર પ્રતિબંધ મુકી દીધો છે. આના લીધે તાજમહેલ આવનારમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આશરે ૨૦૦ ઐતિહાસિક સ્થળોને બંધ કરવાનો આદેશ જારી કરી દીધા છે. ૨૦૨૦થી પહેલા તાજમહેલને બે વખત બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
સમગ્ર દુનિયામાં ભારે હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના કેસો ભારતમા ંપણ હવે ઝડપથી અને ચિંતાજનકરીતે વધી રહ્યા છે.
ભારતમાં કોરોના વાયરસના નવા કેસોની સાથે જ સંખ્યા વધીને ૧૩૪થી વધુ પહોંચી ગઇ છે. મુંબઈમાં એક વ્યક્તિના મોત સાથે ભારતમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો વધીને ત્રણ ઉપર પહોંચી ગયો છે જ્યારે કેસોની સંખ્યા ૧૩૫થી ઉપર પહોંચી છે.
આજે માહિતી આપતા સરકારે કહ્યું છે કે, ભારતભરમાં ૫૪૦૦૦ લોકોને હજુ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. આરોગ્યમંત્રી હર્ષવર્ધને રાજ્યસભામાં માહિતી આપતા કહ્યું હતું કે, તબીબો અને પેરામેડિકલ ટીમ દ્વારા ઉલ્લેખનીય સેવા આપવામાં આવી રહી છે. લોકોને સામાજિક અંતર રાખવાની જરૂર પણ દેખાઈ રહી છે.
આજે કોરોનાના નવા કેસ સપાટી ઉપર આવ્યા હતા જેમાં નોઇડાના સેક્ટર ૭૮ અને ૧૦૦માં બે મામલા નોંધાયા છે જ્યારે મુંબઈમાં એક મોટી વયની વ્યક્તિનું મોત થયું છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. કુલ ૧૫ રાજ્યો કોરોનાના સકંજામાં આવી ચુક્યા છે. ચાર કેન્દ્રશાસિત પ્રદેશ સહિત ૧૫ રાજ્યો કોરોનાના સકંજામાં આવી ગયા છે. ભારતમાં કોરોનાના સૌથી વધારે કેસો મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જ્યાં કેસોની સંખ્યા વધીને ૪૦ ઉપર પહોંચી ચુકી છે. ભારતમાં ૨૨ વિદેશી લોકો પણ કોરોના વાયરસના સકંજામાં આવી ગયા છે. ભારતમાં કોરોના વાયરસને રોકવા માટે વિશ્વના અન્ય દેશોની તુલનામાં વધારે પગલા લેવામાં આવી રહ્યા છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને પણ પરત લાવવામાં આવી રહ્યા છે.
ભારતમાં કોરોના વાયરસ થયા બાદ ૧૩ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. ભારતમાં કોરોનાના કારણે ત્રણેના મોત થયા છે. કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને જુદા જુદા રાજ્યોમાં પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાન શહેરથી કોરોના વાયરસની શરૂઆત થયા બાદથી ભારત સહિત દુનિયાના ૧૬૨ દેશોના કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. અસરગ્રસ્તોની સંખ્યા રેકોર્ડ સપાટી ઉપર પહોંચી છે. ભારતમાં પણ આંકડો વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં અનેક નવા કેસો નોંધાતા તંત્ર ચિંતાતુર છે. કોરોના વાયરસના ફેલાવવાને રોકવા દેશમાં યુદ્ધના ધોરણે પગલા લેવાઈ રહ્યા છે. પોતાના નાગરિકોને બહારથી પણ ખસેડવામાં આવી ચુક્યા છે.