કોર્ટના આદેશોને ફાઈલમાં મૂકી રાખો છો? હવે હળવાશથી લેશો તો ચાર્જ ફ્રેમ કરીશુંઃ હાઈકોર્ટ
કોર્ટે આડે હાથ લીધા બાદ ઉચ્ચ અધિકારીઓ હાથ જાેડીને કોર્ટની માફી માગી હતી.
અમદાવાદ, સાતમુ પગાર પંચ આપવાના કેસમાં હાઈકોર્ટે આદેશ કરવા છતાં તેનું સરકારી અધિકારીએ પાલન નહિ કરતા હાઈકોર્ટે ઉચ્ચ અધિકારીને બોલાવી ખખડાવ્યા હતા.
જસ્ટીસ એ.જે.દેસાઈની ખંડપીઠે તાત્કાલીક અધિકારીને હાજર થવા હુકમ કરતા મુખ્ય સરકારી વકીલ સહિત સરકારી વકીલ વિભાગ દોડતો થયો હતો. ખંડપીઠે ટકોર કરી હતી કે, હાઈકોર્ટના આદેશને દોઢ વર્ષ થઈ ગયું તમે કેમ આદેશને હળવાશથી લો છો ? શા માટે અરજદારને પગારપંચનો લાભ આપ્યો નથી ?
તમે કોર્ટના આદેશોને ફાઈલોમાં મૂકી રાખો છો કે શું ? હવે પછી કોર્ટના આદેશનું યોગ્ય સમય મર્યાદામાં પાલન નહી કરો તો ચાર્જ ફ્રેમ કરીશું. આ તમારો સરકારી વિભાગ નથી. કોર્ટે આડે હાથ લીધા બાદ ઉચ્ચ અધિકારીઓ હાથ જાેડીને કોર્ટની માફી માગી હતી.
તાત્કાલીક અસરથી સાતમા પગારપંચનો લાભ આપવા આદેશ કર્યોો હતો. કોર્ટે કહયું કે, આદેશોને તરત હાથ પર લો અને તેના પર કામગીરી કરો.