Western Times News

Gujarati News

કોર્ટમાં કેસો લડવા ઘરેણાં પણ વેચી નાખ્યા છે : અનિલ અંબાણી

લંડન: દેવાદાર ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ (Anil Ambani Reliance) શુક્રવારે યુકેની એક અદાલતને જણાવ્યું હતું કે તે સાદગીભર્યું જીવન જીવે છે, માત્ર એક કાર ચલાવે છે અને કોર્ટ કેસ લડવાની ફી ચૂકવવા માટે તેના ઘરેણાં વેચી દીધા છે. તેમણે કહ્યું કે જાન્યુઆરીથી જૂન ૨૦૨૦ની વચ્ચે તેણે તેમના તમામ ઘરેણા માટે ૯.૯ કરોડ રૂપિયા મેળવ્યા છે અને હવે તેની પાસે કંઈપણ નથી.

જ્યારે તેમને લક્ઝરી ગાડીઓનો કાફલા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યુંઃ “આ ફક્ત મીડિયામાં ઉપજાવી કાઢેલી વાતો છે.  મારી પાસે ક્યારેય રોલ્સ રોયસ નહોતી. હાલમાં, હું એક કારનો ઉપયોગ કરું છું. ૨૨ મે, ૨૦૨૦ના રોજ યુકેની હાઇકોર્ટે અંબાણીને ૧૨ જૂન, ૨૦૨૦ સુધીમાં ત્રણ ચીની બેંકોને કાયદાકીય ખર્ચ પેટે રૂ. ૫,૨૮૧ કરોડ અને બાકી રહેતું ૭ કરોડનું દેવું ચૂકવવા આદેશ આપ્યો હતો.

જોકે અનિલ અંબાણી દ્વારા આ રકમ ચૂકવવામાં આવી ન હતી. તે પછી ૧૫ જૂને ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ બેંક ઓફ ચાઇના લિ.ના નેતૃત્વ હેઠળની ચાઇનીઝ બેંકોએ Chinese Banks તેમની સંપત્તિ અંગેના જાહેરનામું માંગ્યું. ૨૯ જૂનના રોજ માસ્ટર ડેવિઝને અંબાણીને ૧૦૦,૦૦૦ ડોલરથી વધુની તેમની આખા વિશ્વામાં ગમે ત્યાં હોય તેવી તમામ સંપત્તિ અંગે સોગંદનામું આપવાનો આદેશ આપ્યો હતો.
ભલે તે તેમના પોતાના નામે હોય, કે પછી એકલા અથવા સંયુક્ત માલિકીની હોય અને જો જેમાં તેઓ કાયદાકીય રીતે, લાભપ્રદ રીતે અથવા અન્ય કોઈપણ રીતે રસ ધરાવતા હોય. અંબાણી શુક્રવારે વિડીયો-કોન્ફરન્સ દ્વારા ભારતમાંથી કોર્ટ સમક્ષ ક્રોસ-એક્ઝામિનેશન માટે હાજર થયા.

કોર્ટેને જણાવ્યું હતું કે તેમના પર હજુ તેમની માતાની રુપિયા ૫૦૦ કરોડ અને તેમના પુત્ર અનમોલની Anmol Ambani રુપિયા ૩૧૦ કરોડની લોન બાકી છે. અંબાણીએ કહ્યું કે તેમણે રિલાયન્સ ઇનોવેન્ચર્સને રુ. ૫ કરોડની લોન આપી હતી અને બંને લોનની ટર્મ અને કંડશનને રીકોલ કરવામાં નથી આવી.

તેમણે વધુમાં કહ્યું કે રિલાયન્સ ઇનોવેન્ચર્સમાં (Reliance Innoventures) રહેલા તેમના ૧૨ મિલિયન ઇક્વિટી શેર સંપૂર્ણપણે બેકાર છે તેની કોઈ કિંમત નથી. તેમજ તેમના પરિવાર સહિતના દુનિયાના કોઈ ટ્રસ્ટમાં તેમનું કોઈ આર્થિક હિત નથી. યુકે હાઈકોર્ટમાં ચીની બેંકો તરફથી વકીલ બેન્કિમ થાંકી ક્યુસીએ કહ્યું, તમે યોગ્ય પુરાવા નથી રાખી રહ્યા.

શું તમારું નાણાકીય વ્યાજ ટ્રસ્ટ સાથે સંકળાયેલું છે?” કોર્ટે ખબર પડી છે કે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ અંબાણીનું બેંક બેલેન્સ ૪૦.૨ લાખ રૂપિયા હતું, જે ૧ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ રાતોરાત ઘટીને ૨૦.૮ લાખ થઈ ગયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.