કોર્ટમાં નિવેદન આપી રાહુલ ગાંધી સુરતથી સીધા દિલ્હી જવા રવાના થયા
સુરત: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત કોર્ટ કેસમાં જુબાની આપવા માટે સુરત પહોંચ્યા હતાં અને એરપોર્ટથી સીધા જ કોર્ટ જવા રવાના થયા હતા. અને નિવેદન આપ્યા બાદ કોર્ટથી સીધા દિલ્હી જવા નીકળ્યા હતા. તેમણે કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. તેમણે કહ્યું કે, મને આ વિશે ખબર નથી. કોર્ટ દ્વારા ૧૨ જુલાઈના રોજ આગામી તારીખ આપવામાં આવી.આજની સુનાવણીમાં મોટા ભાગના પ્રશ્નોમાં રાહુલ ગાંધી મને ખબર નથી..મને ખબર નથી…મને ખબર નથી….એવા એક જ જવાબ આપતા રહ્યાં હતા. રાહુલ ગાંધી માટે સુરતમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરત એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું બાદમાં સુરત કોર્ટ રાહુલ ગાંધી પહોંચ્યા હતાં. કોર્ટમાં રાહુલ ગાંધીનું વધારાનું સ્ટેટમેન્ટ લેવાયુ હતું
સુરત એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું.બાદમાં સુરત કોર્ટ રાહુલ ગાંધી પહોંચ્યા હતાં. સુરત પહોંચેલા હાર્દિક પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં ખોટો માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. ગુજરાતમાં જે લોકો સત્તાની વિરુદ્ધ અવાજ ઉઠાવે તેમને પરેશાન કરાયા છે. આજે રાહુલ ગાંધીની મીટિંગ દરમિયાન કોઈ પોલિટિકલ મીટિંગ યોજાઇ નથી, રાહુલ ગાંધી માત્ર કોર્ટની પ્રક્રિયામાં હાજરી આપી હતી જયારે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશના સામાન્ય જનતાની અવાજ બનતા લોક નેતા રાહુલ ગાંધીને હેરાન પરેશાન કરવા માટે ખોટા માનહાનિના કેસો કરવામાં આવ્યા, એના ભાગ સ્વરૂપે ચાલતા કેસમાં કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહ્યાં હતાં સમગ્ર કોંગ્રેસ
સમિતિ સત્ય, ધર્મની લડાઈ માટે રાહુલ ગાંધી જે સંઘર્ષ કરી રહ્યા છે એમના સમર્થન અને સ્વાગતમાં જાેડાશે.
એ યાદ રહે કે ત્રણ વર્ષ પહેલા કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી. કેસ કરનારા ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે તત્કાલીન કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ અમારા સમાજને ચોર કહ્યો હતો. ચૂંટણીની સભામાં અમારા પર આક્ષેપ કર્યા હતા, જેથી અમારી અને સમાજની લાગણી દુભાતાં કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ અમે અંતિમ શ્વાસ સુધી લડશું. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે.
સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો. જે સંદર્ભે અગાઉ રાહુલ ગાંધી ઓક્ટોબર, ૨૦૧૯માં કોર્ટમાં હાજર રહ્યા હતા. બાદમાં વધારાનું સ્ટેટમેન્ટ લેવા માટે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યાં. ફરિયાદ પક્ષની સાક્ષી ચકાસવાનો સ્ટેજ પુરો થયો હતો જેની સામે હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. જાે કે તે અંગે કોઇ હુકમ ન આવતા રાહુલ ગાંધીનો જવાબ નોંધવાનો સ્ટેજ આવી ગયો હતો.