કોર્ટમાં મુદત પર હાજર થવા આવેલા તડીપાર યુવાનની હત્યા
રામોલ પોલીસે ચાર હુમલાખોરોને દબોચ્યાઃ મુખ્ય આરોપી બુટલેગર
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગંભીર હદે કથળી છે. અમદાવાદમાં રોજેરોજ છરી, હથિયારો અને એકબીજા ઉપર હુમલો કરવાના બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારમાં લોકલ ગુંડાઓએ પોતાની ગેંગો બનાવી છે. જેને પગલે વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ બની રહે તેને લઈને આ ગેંગો વચ્ચે અવારનવાર હિંસક અથડામણો થઈ રહી છે.
અવારનવાર વિવિધ વિસ્તારોમાં ગેંગના સભ્યો વચ્ચે ખૂની ખેલ ખેલાઈ રહ્યો છે. ત્યારે ચોવીસ કલાક પેટ્રોલીંગ તથા શહેર સુરક્ષિત હોવાના પોકળ દાવા કરી રહેલી પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે. શહેર પોલીસ ગુના ડામવામાં સદ્દંતર નિષ્ફળ રહી છે. આ સ્થિતિ રામોલ વિસતારમાં કોર્ટની મુદતે ઘરે આવેલા તડીપાર યુવાન ઉપર લાગ જાઈને કનુ વણઝારા અને તેની ગેંગના સાગરીતોએ જાનલેવા હુમલો કરતાં એનું સારવાર દરમ્યાન મૃત્યુ થયુ છે.
આ અંગેની વિગત એવી છે કે નિલેશસિંહ દલપતસિંહ વિહોલ ઉર્ફેે વિઠ્ઠલ કાણીયો પોતાના પરિવાર સાથે ગોકુલનગર સોસાયટી, વ†ાલ, ખાતે રહે છે. નિલેશ ઉર્ફેે વિઠ્ઠલ કાણીયા ઉપર રામોલ પોલીસ સ્ટેશનમાં કેટલાંય કેસ ચાલતા હોવાથી તડીપાર કરાયા બાદ તે પોતાના વતન વડાસણ ગામે રહે છે. કોર્ટમાં કોઈ કેસની મુદત હોવાથી નિલેશ કોર્ટમાં હાજરી આપવા મંગળવારે પોતાના ઘરે આવ્યો હતો.
રાત્રે જમીને તે બહાર ચા પીવાનું જણાવી નીકળ્યોહ તો. ત્યારબાદ મોડી રાત્રે જુની અદાવત રાખી તેની જ સોસાયટીમાં રહેતો કનુ વણઝારા નામનો શખ્ત તેના ત્રણ સાગરીતો ને લઈને લક્ષ્મણ એસ્ટેટની પાસે ચાની કીટલી પર આવ્યો હતો. અને નિલેશ ઉપર પાઈપો વડે જાનલેવા હિંસક હુમલો કર્યો હતો.
અચાનક જ મારામારી થતાં ત્યાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે નિલેશને એકલો જાઈ ચારેય ગુંડા ત¥વો તેની ઉપર તૂટી પડ્યા હતા. અને લોકો એકત્ર થતાં કાર લઈને ભાગ્યા હતા. આ અંગે કોઈએ તેના પિતા દલપતસિંહને જાણ કરતાં તે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને મોટા પુત્ર મેહુલને પણ બોલાવ્યો હતો.
પિતા તથા ભાઈને નિલેશે સમગ્ર હકીકત જણાવીને હોસ્પીટલ જવાની ના પાડી હતી. રાત્રે ઘરે સુઈ ગયા બાદ ગઈકાલે સવારે નિલેશને દુઃખાવો ઉપડતાં તેની તબિયત લથડી હતી. જેથી મેહુલે ૧૦૮માં તાત્કાલીક તેને એલ જી હોસ્પીટલમાં ખસેડયો હતો.
જ્યાં તેની તબિયત વધુ ખરાબ થતાં ડોક્ટરોએ ઓપરેશન શરૂ કર્યા હતા તથા પોલીસને જાણ કરવામાં આવતા નિલેશે પોલીસ સમક્ષ પણ સમગ્ર ઘટનાનું વર્ણન કર્યુ હતુ. જા કે સારવાર દરમ્યાન આજે સવારે નિલેશનું મૃત્યુ નિપજ્યુ હતુ. જેને પગલે પોલીસ આરોપીઓને ઝડપી લેવા સક્રિય થઈ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રામોલ પોલીસે કનુ વણઝારા તથા અન્ય આરોપીઓને ગઈકાલે જ ઝડપી લીધા છે. અને તેમની વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. હુમલાખોર કનુ પણ બુટલેગર હોવાનું જાણવા મળી રહ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ચારે તરફ ગુંડા ટોળકીઓએ વર્ચસ્વ જમાવ્યુ છે. ખાસ કરીને રામોલ નિકોલ, નરોડા, જુહાપુરા, નારોલ જમાલપુર જેવા વિસ્તારોમાં આવી ટોળકીઓ વધુ સક્રિય છે.