કોર્ટયાર્ડ મેરીયોટ્ટ, અમદાવાદ સ્વાતંત્ર્ય દિન પર્યાવરણને સમર્પિત કર્યો
અમદાવાદ, રાષ્ટ્ર ધ્વજનનુ અપમાન નિવારવાના અને પ્લાસ્ટીકનો કચરો દૂર કરવાના એક સભાન પ્રયાસ તરીકેકોર્ટયાર્ડ બાય મેરીયોટ્ટ, અમદાવાદે તેની ટેક કેર પહેલ વડે સ્વાતંત્ર્ય દિનની જવણી ઈકો ફ્રેન્ડલી સ્વરૂપે હાથ ધરી હતી.
ઉદાહરણરૂપ કામગીરી દર્શાવવાના હિસ્સા તરીકે કોર્ટયાર્ડ બાય મેરીયોટ્ટે, અમદાવાદે દેશના 72મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે તેના કર્મચારીઓને તા. 15મી ઓગસ્ટના રોજ 50 પર્યાવરણલક્ષી ધ્વજનુ વિતરણ કર્યું હતું. આ ધ્વજ નકામા કાપડના રેસામાંથી તૈયાર કરવામાં આવ્યા હતા અને તેમાં ગલગોટાનાં બીજ લગાવવામાં આવ્યાં હતાં. આ બીજ વાવવાથી સમય જતાં સુંદર છોડ આકાર લેશે.
જેમને ધ્વજ આપવામાં આવ્યા હતા તેમને ઉજવણી પહેલાં ફલેગ કોડ 2002 અનુસાર તિરંગાની રોપણી સંપૂર્ણ સન્માન સાથે કરવા જણાવવામાં આવ્યું હતું.
ઈકો ફ્રેન્ડલી ઢબે સ્વાતંત્ર્ય દિન ઉજવવાની પરંપરા જાળવી રાખીને કોર્ટયાર્ડ બાય મેરીયોટ્ટ, અમદાવાદ હૉસ્પિટાલીટી સેકટરને રાષ્ટૉરીય મહત્વ ધરાવતી પર્યાવરણલક્ષી ઉજવણી તરફ દોરી જાય છે.
આ મારફતે જે લોકો રિસાયકલ થઈ શકે તેવી ઈકોલોજીકલ પ્રોડકટસ બનાવે છે તેમને પણ સહાય થાય છે. આપણે રાશ્ટ્રને ક્લીન અને ગ્રીન રાખવાની પ્રતિજ્ઞા લઈએ.