કોર્ટે આરોપી ફેનિલ ગોયાણીના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
સુરત, ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આરોપી ફેનિલની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કઠોર કોર્ટે આરોપી ફેનિલ ગોયાણીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કોર્ટે આરોપી ફેનિલના ૧૯ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. વિવિધ સાત મુદ્દાઓને લઈને વકીલે રિમાન્ડ માગ્યા હતા. મહત્વનું છે કે આરોપી ફેનિલે ૧૨ ફેબ્રુઆરીના રોજ જાહેરમાં માસૂમ ગ્રીષ્માને રહેંસી નાખી હતી. આરોપી કેટલાક સમયથી હત્યાનું પ્લાનિંગ કરતો હતો તે અંગે પણ કેટલાક ખુલાસા થયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે SITની પણ રચના કરવામાં આવી છે, જે ટીમ દ્વારા તપાસ પણ શરુ કરી દેવામાં આવી છે.
આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કઠોર કોર્ટે આરોપી ફેનિલ ગોયાણીના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એટલે કે આરોપી આગામી ૧૯ ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર રહેશે. વિવિધ સાત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરીને રિમાન્ડની માંગણી કરી હતી. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કઠોર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
મહત્વનું છે કે, આરોપી ફેનિલે માસૂમ ગ્રીષ્માની હત્યા કર્યા પછી હાથની નસ કાપી આપઘાત કરવાનો ડોળ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ગઈ કાલે જ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એ પછી તેને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો અને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે પોલીસ દ્વારા આરોપી ફેનિલના વિવિધ મુદ્દાઓને લઈને તપાસ અને પૂછપરછ કરવામાં આવશે.
આરોપી ચપ્પુ ક્યાંથી લાવ્યો હતો અને કેવી રીતે હત્યાનો પ્લાન બનાવ્યો હતો, વગેરે બાબતોની તપાસ કરવામાં આવશે. આ મામલે સરકારી વકીલે જણાવ્યું કે, પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.
કુલ સાત જેવા મુદ્દાઓને લઈને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. ત્યારે કોર્ટે માત્ર ત્રણ દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે, આરોપી ફેનિલે ગઈ ૧૨ ફેબ્રુઆરીના રોજ જાહેરમાં માસૂમ ગ્રીષ્માના ગળા પર ચપ્પુ ફેરવીને રહેંસી નાખી હતી. આરોપી કેટલા સમયથી આ હત્યાનું પ્લાનિંગ કરી રહ્યો હતો વગેરે મુદ્દે કેટલાંક ખુલાસા પણ થયા છે. આ સાથે જ કેસની તપાસ માટે SITની રચના પણ કરવામાં આવી છે. ટીમ દ્વારા પણ તપાસ ધરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
SITની ટીમે આરોપી ફેનિલ ગોયાણીને સાથે રાખીને તપાસ કરી હતી. આરોપીને ઘટના સ્થળ પર લઈ જઈને ઓળખ પરેડ પણ કરાવવામાં આવી હતી. રિપોર્ટ્સ મુજબ આરોપીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેમાં તેણે મહિના પહેલાથી હત્યા માટે પ્લાનિંગ કર્યું હોવાનું કબૂલ્યું હતું.
હત્યારા ફેનિલે એક મહિના પહેલાથી ગ્રીષ્માની હત્યા માટે પ્લાનિંગ કર્યું હોવાનો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેણે એક મહિના પહેલાથી બે ચપ્પુ ખરીદ્યા હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું છે. આ સાથે તેણે આપઘાત કરવાનું ખોટું તરકટ પણ રચ્યું હતું. ત્યારે પોલીસ રિમાન્ડ દરમિયાન પૂછપરછ બાદ આ હત્યા કેસમાં કેટલાંક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.SSS