કોર્ટે તહલકા મેગેઝિનના પૂર્વ તંત્રીને નિર્દોષ જાહેર કરાયા
પણજી: તહલકા મેગેઝિનના પૂર્વ સંપાદક તરુણ તેજપાલને દુષ્કર્મનાં કેસમાં મોટી રાહત મળી છે. ગોવા કોર્ટે તેજપાલને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે. તેજપાલ પર મેગેઝિનના એક કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત ૫ સ્ટાર હોટલની લિફ્ટમાં એક યુવતીનું જાતીય શોષણ કર્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો.
એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે ૨૭ એપ્રિલે ચુકાદો આપવાનો હતો, પરંતુ ન્યાયાધીશ ક્ષમા જાેશીએ આ ર્નિણય ૧૨ મે સુધી સ્થગિત રાખ્યો હતો. ૧૨ મેના ર્નિણયને ૧૯ મે સુધી મોકૂફ રાખવામાં આવ્યો હતો. કોર્ટે અગાઉ કહ્યું હતું કે કોરોના મહામારીને કારણે સ્ટાફની અછત છે, તેથી આ ર્નિણયને મોકૂફ રાખવામાં આવી રહ્યો છે.
પત્રકાર તરૂણ તેજપાલ પર આઇપીસીની કલમ ૩૪૨ (ખોટી રીતે રોકવું), ૩૪૨ ( અસભ્ય કૃત્ય કરવાની ઇચ્છા દાખવીને કેદ કરવું ), ૩૫૪ (આત્મસમ્માન ભંગ કરવું અને હિંસા દાખવવી), ૩૫૪ છ (જાતિય શોષણ), ૩૭૬ (૨) (મહિલા પર અધિકારની સ્થિતિ રાખનાર વ્યક્તિ દ્વારા દુષ્કર્મ) અને ૩૭૬ (૨) (કે) (નિયંત્રણ જતાવનાર વ્યક્તિ દ્વારા દુષ્કર્મ) અંતર્ગત કેસ દાખલ કરાયો હતો.
પીડિતાનો આરોપ છે કે નવેમ્બર ૨૦૧૩માં તે ગોવાની ફાઇવ સ્ટાર હોટલમાં હતી. આ દરમિયાન લિફ્ટની અંદર તરુણ તેજપાલ દ્વારા તેની સાથે જાતીય શોષણ કરાયું હતું. જેના પર તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસની ગંભીરતાને કારણે ૩૦ નવેમ્બર ૨૦૧૩ ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. જાેકે, તેને થોડા મહિના પછી જામીન મળી ગયા. આ પછી, પોલીસે પણ તપાસ કરી અને ૨૦૧૪ માં તેજપાલ વિરુદ્ધ ૨૮૪૬ પાનાની ચાર્જશીટ દાખલ કરી. ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૧૭ માં, માપુસા કોર્ટે તેજપાલ સામે આરોપો ઘડ્યા. જેના પર તેજપાલે પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.
તેણે નીચલી અદાલતમાં મૂકાયેલા આરોપો વિરુદ્ધ ગોવામાં બોમ્બે હાઈકોર્ટ બેંચમાં અરજી કરી હતી, પરંતુ ત્યાંથી તેને આંચકો મળ્યો હતો. આ પછી વધારાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ કેસની સુનાવણી પૂર્ણ કરી અને ૨૭ એપ્રિલના રોજ ચુકાદો સંભળાવવા કહ્યું, પરંતુ કોરોનાને કારણે ઘટાડીને ૧૨ મે કરવામાં આવી. ૧૨ મે પછી તારીખ ૧૯ મે ના રોજ ડેટ નક્કી કરાઇ હતી, પરંતુ કર્મચારીઓની અછતને કારણે ર્નિણય આવી શક્યો નહીં.
હવે શુક્રવારે કોર્ટે આ કેસમાં વિગતવાર પોતાનો ચુકાદો આપ્યો હતો. તે જ સમયે, તેજપાલ પરના તમામ આરોપોને ફગાવી અને તેને નિર્દોષ જાહેર કર્યા હતા.૨૦૧૩માં તેજપાલ સાથે કામ કરતી એક યુવતીએ ગોવાની ફાઇવ સ્ટાર હોટલની લિફ્ટમાં દુષ્કર્મ ગુજારવાનો આરોપ લગાવ્યો હતો. ૩૦ નવેમ્બર ૨૦૧૩ના રોજ તેજપાલની ધરપકડ કરવામાં આવી હતી. આ અગાઉ તેમણે આગોતરા જામીન માટે અપીલ પણ કરી હતી, પરંતુ કોર્ટે તેમને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. તેજપાલ મે ૨૦૧૪થી જામીન પર બહાર હતા.