Western Times News

Gujarati News

કોર્ટ દ્વારા અરજીકર્તાને ૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક શખ્સને ૫૦૦૦ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ શખ્સે કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી કે, તેની પ્રેમિકાને પરિવારના લોકોએ બળજબરીપૂર્વક ગાયબ કરી દીધી છે કારણકે તેઓ તેમના સંબંધના વિરોધમાં હતા.

કોર્ટે આ રજુઆત પર કાર્યવાહી કરતાં અમરેલી શહેરની પોલીસને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. અમરેલી પોલીસે માહિતી આપી કે, અરજીકર્તા પાડોશમાં રહેતી એક મહિલાના એક તરફા પ્રેમમાં હતો. મહિલા ગાયબ થઈ ગઈ હોવાનું કારણ પણ પોલીસ તપાસમાં સામે આવ્યુ હતું. મહિલા પોતાની મરજીના યુવક સાથે ભાગી ગઈ હતી અને તેની સાથે લગ્ન પણ કરી લીધા હતા.

૨૨મી જાન્યુઆરીએ તે પોતાના માતા-પિતાના ઘરે પાછી ફરી હતી. અરજીકર્તાને લાગ્યું કે મહિલાના પરિવારજનોએ તેનાથી અલગ કરવા માટે મહિલાને ક્યાંક મોકલી દીધી છે. યુવક પહેલા તો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પછી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા. તેણે આરોપ મૂક્યો હતો કે મહિલાનો જીવ જાેખમમાં છે અને તેના પિતા અને ભાઈએ તેને ક્યાંક છુપાવીને રાખી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે.

આ સિવાય તેણે દાવો કર્યો હતો કે ગુમ થયેલી મહિલા અને તે પાછલા ૧૫ વર્ષથી રિલેશનશિપમાં છે. આ આરોપો સાંભળીને કોર્ટે કેસને ગંભીરતાથી લીધો અને પોલીસને તાત્કાલિક તપાસ શરુ કરવાનો આદેશ આપ્યો હતો.

જ્યારે તપાસનું પરિણામ સામે આવ્યું તો તે ચોંકાવનારુ હતું. અરજીકર્તાના એડવોકેટ પણ આ રિપોર્ટ વાંચીને ચોંકી ગયા હતા. પોલીસને જાણકારી મળી કે મહિલા અમરેલીમાં એક ખાનગી શાળામાં શિક્ષક છે. તે મહારાષ્ટ્રના એક હિન્દુ વ્યક્તિ સાથે ભાગી ગઈ હતી અને લગ્ન કરી લીધા હતા.

મહિલાનો પરિવાર મુસ્લિમ હોવાને કારણે આ લગ્નને સ્વીકાર્યા નહોતા અને તેમણે દીકરીને શોધવા માટે પોલીસનો પણ સંપર્ક નહોતો કર્યો. જ્યારે પોલીસ અધિકારીએ મહિલા સાથે વાતચીત કરી તો તેણે જણાવ્યું કે તે પોતાના લગ્નજીવનમાં ખુશ છે. તે પરિવારના ગુસ્સાના ડરથી ઘરે પાછી નહોતી આવી. મહિલાને જ્યારે અરજીકર્તા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, હું ક્યારેય તેની સાથે લગ્ન કરવા નહોતી માંગતી.

તે તેને ખાસ ઓળખતી પણ નહોતી. એક સમાજના હોવાને કારણે ભાગ્યેજ ક્યારેક સામે આવી જાય તો બોલાવતી હતી. મહિલાની વાત સાંભળ્યા પછી કોર્ટે અરજી રદ્દ કરી અને અરજીકર્તાને પણ આદેશ આપ્યો કે ભવિષ્યમાં તે મહિલાનો સંપર્ક કરવાનો અથવા તેના જીવનમાં દખલ દેવાનો પ્રયત્ન ન કરે. આ સિવાય દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.