Western Times News

Gujarati News

કોર્ટ દ્વારા શોવિક-મિરાંડાનાં ૯મી સુધીના રિમાન્ડ મંજૂર

એનસીબીએ શોવિક ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતનાં મેનેજર સેમ્યુઅલ મિરાંડાની ધરપકડ કરી લીધી છે
મુંબઇ, નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે શુક્રવારે સવારે ૬.૩૦ વાગ્યે એક સાથે રિયા ચક્રવર્તી અને સૈમ્યુઅલ મિરાન્ડાનાં ઘરે રેઇડ પાડી હતી. જે દરમિયાન રિયાનાં ઘરનાં ફર્નિચર, કબાટ અને મોબાઇલ ફોન તેમજ ગેજેટ્‌સની તપાસ કરી હતી. આ સાથે જ રિયા અને શૌવિકની ગાડીની પણ તપાસ થઇ હતી. આશરે ૩.૩૦ કલાક ચાલેલી કાર્યવાહી બાદ એનસીબીની ટીમે શૌવિક અને મિરાંડાને તેમની સાથે પૂછપરછમાં લઇ ગયા હતાં. કહેવાય છે કે આ પૂછપરછમાં બંનેએ ઘણાં ખુલાસા કર્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ, એનસીબીની સામે શૌવિકે સ્વીકારી લીધુ છે કે, તે રિયા માટે ડ્રગ્સ લાવતો હતો. તો બીજી તરફ આ મામલે પકડાઇ ગયેલાં એક ડ્રગ પેડલર બસિતે પણ પહેલાં આ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, તે શૌવિકનાં ઘરે આવતો જતો હતો અને તેનાં માટે ડ્રગ્સ લાવતો હતો.

શૌવિક અને બસિતની મુલાકાત એક ફૂટબોલ ક્લબમાં થઇ હતી. જે બાદ બંને વચ્ચે બોલિવૂડની પાર્ટીઓમાં ડ્રગ્સ પહોંચાડવા માટે ડિલ કરતાં હતાં. એનસીબીએ મુંબઇની એક કોર્ટમાં જણાવ્યું હતં કે, સુશાંતની મોત મામલે ડ્રગ્સ કનેક્શનમાં ધરપકડમાં બાસિતે કહ્યું કે, તે શૌવિકનાં કહેવાં પર ડ્રગ્સ ખરીદતો હતો. મુંબઇ કિલા કોર્ટે ડ્રગ્સ મામલે શોવિક ચક્રવર્તી અને સૈમ્યુઅલ મિરાંડાને ચાર દિવસ માટે એનસીબીની કસ્ટડીમાં મોકલ્યા છે. કોર્ટ પાસે એનસીબીએ બંનેનાં ૭ દિવસનાં રિમાંડ માંગ્યા હતાં પણ કોર્ટે ચાર દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. ૯ સ્પટેમ્બર સુધી શૌવિક અને સૈમ્યુઅલ એનસીબીનાં રિમાન્ડમાં રહેશે. મુંબઇની કિલા કોર્ટમાં શોવિક ચક્રવર્તી અને સૈમ્યુઅલ મિરાંડાનાં રિમાંડ પર સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. કિલા કોર્ટમાં જજ ર્નિણય લખવાનું શરૂ કરી દીધુ છે.

ટૂંક સમમયાં જ આ મામલાનો ર્નિણ આવશે. એનસીબીની ટીમનો ગાળીયો રિયા ચક્રવર્તી પર કસાતો જઇ રહ્યો છે. સૂત્રો મુજબ, મની લોન્ડ્રિંગની તપાસ દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સીઓ રિયાનાં મોબાઇલથી એનડીપીએસ એક્ટમાં આવનારા ડ્રગ્સની સપ્લાય, સેવન અને તેનાં ખરીદ વેચાણમાં રિયાનો મોટો ભાગ હોવાનું સામે આવ્યું છે. આપને જણાવી દઇએ કે, તાપસ એજન્સીએ આ મામલાનાં મૂળ સુધી પહોંચવા માટે રિયાનાં ફોનનો ક્લોન તૈયાર કર્યો હતો. જેમાં ડ્રગ્સ સાથે જોડાયેલી તમામ માહિતી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.