Western Times News

Gujarati News

કોર્પોરેટરે ઈંડા લઈને એએમસી ઓફિસે વિરોધ કર્યો, એઆઇએમઆઇએમના કોર્પોરેટર ઈંડા લઈને પહોંચ્યા

અમદાવાદ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના નિવેદન બાદ અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા ર્નિણય બદલી ઈંડા અને નોનવેજ નહીં પરંતુ તમામ દબાણ જાહેરમાર્ગો પર થી દૂર કરવામાં આવ્યા. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો આ મામલે મનપાઓના ર્નિણયનો આકરો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ઈંડા-નોનવેજની લારી હટાવવા મુદ્દે રાજકારણ ગરમાઈ ગયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં મેયરની અધ્યક્ષતામાં બેઠક થઇ છે.

અમદાવાદમાં ઈંડા-નોનવેજની લારી હટાવવાનો મુદ્દો જાેર પકડી રહ્યો છે. વિરોધના ભાગ રૂપે એઆઇએમઆઇએમના કોર્પોરેટર ઈંડા લઈને AMC પહોંચ્યા હતા. જ્યાં કોર્પોરેટરે મેયરને ઈંડાની ભેટ આપી રજૂઆત કરી હતી કે ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાના ર્નિણય પાછો ખેચવામાં આવે અને યોગ્ય વ્યવસ્થા કરી આપવામા આવે.

અમદાવાદમાં ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાના ર્નિણયને મુદ્દે આજે AMC ઓફિસ પર વિરોધ દર્શાવાયા હતો. જેમાં એઆઇએમઆઇએમના કોર્પોરેટર ઈંડા લઈને AMC પહોંચ્યા હતા અને મેયરને આપ્યા હતા. ઓફિસની બહાર પણ ઈંડા ફોડીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

અમદાવાદમાં ઇંડાની લારી વિવાદને પગલે હવે એએમસી નરમ પડવાના એધાણ વર્તાઇ ગયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં મેયરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડેપ્યુટી મેયર, દંડક, સ્થાઇ કમિટી ચેરમેન હાજર રહ્યા છે.

વિરોધપક્ષના વિરોધ પહેલા જ બેઠકોનો દોર કરી સમગ્ર મામલે આગામી રણનીતિની ચર્ચા થઈ હોય તેવી માહિતી મળી રહ્યી છે. તેમજ બેઠકમાં ઈંડા-નોનવેજ લારીઓ હટાવવા અંગે પુનઃચર્ચા કરવામાં આવી છે. મહત્વનું છે કે કોંગ્રેસના કોર્પોરેટર્સ થોડીવારમાં મોટા પાયે વિરોધ કરવાની ફિરાકમાં છે તે પહેલા મળેલી બેઠક શું ર્નિણય લે છે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.

મહાનગરપાલિકામા ઈંડા અને નોનવેજ ની લારીઓ દૂર કરવા ર્નિણય તો લેવાયો પરંતુ સી એમ ભુપેન્દ્ર પટેલ ના એક નિવેદન બાદ તંત્ર એ ર્નિણય બદલી દીધો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાનીએ ર્નિણય કર્યો કે શહેરના જાહેર માર્ગ, ધાર્મિક સ્થળ અને સ્ફુલ કોલેજ પાસેથી ઈંડા અને નોનવેજની લારી દૂર કરવામાં આવશે .અને આજ થી શહેર ના તમામ જાહેર માર્ગ પર થી એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ રૂપ લારીઓ ઉપાડી લેવાનીકામગીરી શરૂ કરાઈ છે.

મનપા ના ર્નિણય થી લારી ગલ્લા એસોસિએશન માં રોષ વ્યાપ્યો છે જેને લઈ લારીધારકો દ્વારા ઉસ્માનપુરા ખાતે બેનરો સાથે વિરોધ પણ કરવામાં આવ્યો.લારી એસોસિએશન આ મામલે હાઇકોર્ટ ના દ્વાર ખખડાવશે.અને જાે ન્યાય નહીં મળે તો રોડ પર ઉતરી આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે. દબાણ પહેલી વાર રોડ પર થયું હોય અને મનપા ર્નિણય કર્યો હોય તેવું નથી .જાહેરમાર્ગ પર વર્ષો થી ઈંડા નોનવેજ સહિત લારીઓ દબાણ કરી ખાની પીની બજાર ભરાતું હતું પરંતુ હવે ઈંડા અને નોનવેજ પર રાજકારણ રમાઈ રહ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.